Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં:પતિ અને જુવાનજોધ દીકરો ગુમાવનાર કિરણબેન વારંવાર થઈ જાય છે બેભાન, રડતા રડતા કહ્યું કે હવે આ ખાલીપો ક્યારેય નહીં ભરાય

    12 hours ago

    પહેલગામ હુમલાની આતંકી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દેશભરમાં હાહાકાર મચાવતીઆ આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં બે લોકો ભાવનગરના હતા. ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું. હુમલાની પ્રથમ વરસી આવતા જ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારના જખમો તાજા થયા છે.ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના સભ્યો માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને ગુમાવનાર કિરણબેનની તબિયત લથડતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા. કિરણબેને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ સરકારે આર્થિક સહાય કરી છે. પરંતુ, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે હજી અધૂરું છે. કિરણબેને વધુમાં જણાવ્યું કે,"મારે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળીને આભાર માનવો છે કે તેમણે મારા પરિવારના હત્યારાઓને સજા આપી'. 'સમય વીતી ગયો પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં' 22 એપ્રિલ, 2025. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર પણ હતા. આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષ પહેલાની ઘટનાને યાદ કરી પરિવારજનોની આંખો ભરાઈ આવે છે. પતિ અને પુત્રને ગુમાવનાર મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, "સમય વીતી ગયો છે, પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં." જૂની યાદો તાજી થતા કિરણબેનની તબિયત લથડી ​આ અંગે દિવ્ય ભાસ્કર માતા કિરણબેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,પતિ અને પુત્રના મૃત્યુનો આઘાત તેમના મગજમાંથી જતો નથી. આ માનસિક તણાવને કારણે તેમને વારંવાર છાતીમાં દુખાવો અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. તાજેતરમાં જ તેમને કાળિયાબીડ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ જેમ-જેમ આ ઘટનાનું વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ-તેમ જૂની યાદો તાજી થતા તેમની હાલત વધુ બગડી રહી છે.​ 'સરકારે આર્થિક સહાય કરી પણ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો અધૂરો' ​​ઘટના સમયે અનેક મોટા નેતાઓ અને પદાધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી હતી, તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, પરિવારને આર્થિક સહાય અને ઘરના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.કિરણબેને જણાવ્યું કે, ​સરકારે અમને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે, જે બદલ અમે આભારી છીએ.પરંતુ, તે સમયે મને અને મારા દીકરાને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મેં ઘણી દોડાદોડ કરી, પણ હજી સુધી નોકરી બાબતે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, મારો નાનો દીકરો અત્યારે લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરી રહ્યો છે, જો તેને નાની એવી નોકરી મળી જાય તો અમારું જીવન સુધરી જાય. મહિલાએ સરકારનો આભાર માનવા વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યકત કરી ​ભીની આંખે માતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની એક ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે તેઓ વડાપ્રધાનનો આભાર માનવા માંગે છે, કારણ કે આતંકી હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબદાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી સરકારે ન્યાય અપાવ્યો હતો. કિરણબેને કહ્યું- 'સાંસદ હંમેશા ફોન કરી ખબરઅંતર પૂછતા રહે છે' ​હાલમાં કિરણબેન અને તેમનો પુત્ર તેમના દિયર (પતિના નાના ભાઈ) સાથે રહી રહ્યા છે, પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને વૃદ્ધ સાસુ-સસરા પણ પુત્ર અને પૌત્રના નિધનથી ઊંડા આઘાતમાં છે. રાજકીય સહકાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું કે, નીમુબેન બાંભણિયા અને ભાજપના અન્ય નેતાઓ ફોન દ્વારા સતત સંપર્કમાં રહે છે અને ખબર-અંતર પૂછે છે, જેનો અમને મોટો આધાર છે. પહેલગામ આતંકી હુમલામાં કૂલ ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા હતા એક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેનો પુત્ર સ્મિત પરમાર ઉપરાંત મૂળ સુરતના શૈલેષ કળથિયાનું મોત નિપજ્યું હુતું.
    Click here to Read More
    Previous Article
    181 દિવસ પછી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ:51 ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું, CM ધામીએ PM મોદીના નામથી કરી પહેલી પૂજા
    Next Article
    ‘Blindfold, western-style proposal’: Bengaluru woman held for burning boyfriend alive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment