Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા-પંચાયતના ચૂંટણી પ્રચાર તેજ બન્યો:માંડવિયા-રૂપાલા આજે સુરતમાં સભા ગજવશે, રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન

    11 hours ago

    પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં પ્રચાર કરશે મુખ્યમંત્રી આજે બોટાદ અને ભાવનગર જિલ્લાના અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ શો યોજશે. માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશે પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચારની ધૂરા સંભાળશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન રાજકોટના વોર્ડ નંબર 10માં આજે સાંજે 6 વાગ્યે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકા માં રહેલા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર. 10 ના કોંગ્રેસના ઉમેદવાર છે.. કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલને જીતાડવા માટે આવતીકાલે તૃપ્તિબા રાઓલ સહિતના ક્ષત્રિય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    He bought his wife a scarf at Baisaran valley. Minutes later, he was among the 26 killed at Pahalgam
    Next Article
    Govt to tighten AI labelling rules for social media over ‘unsatisfactory compliance’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment