Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:કાવ્યાયન

    1 day ago

    હરદ્વાર ગોસ્વામી હાજરી હોય અહી જો તમારી ફરક તો પડે, હોય સંગત સનમની ગુલાબી ફરક તો પડે. લાગણી, ભાવના, યાદ સુધ્ધા શમી જાય પણ, બસ રહી જાય કોઇ નિશાની ફરક તો પડે. લો અમે તો બધી વાત માની ગયા પણ…તમે, વાત ક્યારેક માનો અમારી ફરક તો પડે. જિંદગી છે! બધી જાતના ખેલ કરવા પડે, તું બની જાય સારો મદારી ફરક તો પડે. એ ગઝલ, ગીત, કવિતા કશું પણ હશે ચાલશે, શબ્દની જો અસર થાય ધારી, ફરક તો પડે. આપવા છે ખુલાસા વિગતવાર મારે તને, જાણકારી તને હોય સાચી, ફરક તો પડે. ભરસભામા ગઝલની રજૂઆત જો તું કરે, દાદ ‘સ્પંદન’ મળે જો બધાની ફરક તો પડે. ભરત દેસાઇ ‘સ્પંદન’ પાપા પગલી પડીને ઘરનું ખીલી ઊઠ્યું ફળિયું. હરખી ઊઠી આંગણિયામાં ધૂળ કેરી ઢગલિયું. અટવાયેલાં વર્ષોથી જે હાલરડાં એ હલક્યાં, મોર, પોપટને પારણિયાના ઘુઘરિયા એ ઘમક્યા. નાચી રહી આ હીંચકા કેરી રૂમઝૂમતી દોરડિયું... બાધા, આખડી બધી માનતા હરખી વાતે વળગ્યાં, પ્રસાદ કેરા પડિયાઓ પણ મંદિર માહે મલક્યા. હરખપદુડી છલકી રહી છે, અમીભરી આંખડિયું... સુધાબા ગોસાઈ નાવ નાની હોય તો પણ આત્મબળ હથિયાર છે, મોજથી લડતા તો જાણે એ જ સાચો યાર છે. ઠોકરો તો માર્ગમાં આવ્યા કરે, ચિંતા નથી, જે પડીને ચાલવા લાગે, ખરો અસવાર છે. મંઝિલો સામેથી આવીને વરે છે એમને, જીતવાનો મનમાં જેના દ્રઢ આ નિર્ધાર છે. ‘કામ આ થાશે નહીં’ કહેતી ભલે દુનિયા બધી, ખુદ ઉપર જેને ભરોસો, એનો બેડો પાર છે. માર્ગ કાંટાળો ભલે હસતા જવું છે ‘રાહગીર’, ધર્મ મારો બસ સતત લડવાનો આ સ્વીકાર છે. રોનક જોષી ‘રાહગીર મેં જોઈ છે એક કવિતા પર્વત ઉપરથી પડતા ધોધના પાણીમાં ગીત ગાતી, મૃદંગ વગાડતી જંગલમાં હવા અને પાનની વચ્ચે અદીઠ સરસર કરતી, દરિયાકિનારે ભીની રેતીમાં પગલાં પાડી રુમઝુમ ઉછળતી ફૂલફૂલ અને પાનપાનમાં માટી થતી કપાતા ઝાડની ડાળીમાંથી, વહેતા લીલાં રક્તરસમાં મજાથી ગાતી, એક રસભરી કવિતા અર્જુનસિંહ કે. રાઉલજી માણસને ઓળખવો સહેલો, જાતે ઓળખ આપે, જે ડાળીના છાંયે બેઠો એ ડાળીને કાપે. પળમાં ખીલતો પળમાં ઢળતો પળમાં માટી થાતો, દરિયા જેવો ઘૂઘવાતો એ, સરતો રેતી જેવો. આડુઅવળુ કરતો તોયે સીધુ કરતો લાગે... રસ્તા વચ્ચે ભેટી પડતો, પ્રેમ થકી ઉભરાતો, પવન સમીપો સૂસવાટોને, સમતો શમાણાં જેવો. વાંકુચૂંકુ બોલે તોયે પાછળથી પસ્તાતો... વિષ્ણુ પંચાલ અધૂરી કંઈક ઈચ્છાઓની યાદી છે, જરા જોજે; અવસ્થા પાછલા જીવનની બાકી છે, જરા જોજે. નવી છો દૂધપીતી થઈ જવાના ડરથી જન્મે ના; અમુક ઈચ્છા જૂની, પણ મેડે રાખી છે, જરા જોજે. વધું હું તો વધે છે ઉત્તરોત્તર દુઃખને તકલીફો; અપેક્ષાઓની વાતો સાવ સાચી છે, જરા જોજે. નચાવે છે તને કઠપૂતળી માફક, તને છે ભાન? ત્યાં ઈચ્છાઓએ દોરી પકડી રાખી છે, જરા જોજે. હસાવે છે, રડાવે છે, જીવાડે, એ જ મારે પણ; આ ઈચ્છાઓ તો ‘શ્વેતા’ જબરી ચાવી છે, જરા જોજે. શ્વેતા તલાટી માનવ બને દુશ્મન માનવજાતનો, માનવતાદીપ પ્રગટાવવા આવજે. આંખો જ્યારે થાકી જાય રુદનથી, હૃદયમાં હિમ્મત આપવા આવજે. ડૉ. પ્રજ્ઞા બી. જોષી ‘શિવપ્રિયા’ મારાં વિચાર,મારું મનન એટલે તમે- ને મારું મૌન, મારું કથન એટલે તમે. હું એટલે તમારાં અરીસાનું કોઈ બિમ્બ- ને મારી કલ્પ્નાનું ગગન એટલે તમે. મારું કહી શકાય એવું શું રહ્યું પછી? સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે. લ્યો, અંતે ઓગળી ગયો મારાં મહીંનો ‘હું’, કે તમને પામવાની લગન એટલે તમે. જેને ન આદિ-અંત કદી સંભવી શકે- એવું વિયોગહીન મિલન એટલે તમે. તમને નિહાળવાનાં પ્રયાસો રહ્યાં અફળ, ‘રાહી’! અનુભવાતો પવન એટલે તમે. ‘રાહી’ ઓધારિયા
    Click here to Read More
    Previous Article
    Govt employees’ strike sees wide participation on Day 1; essential services largely unaffected
    Next Article
    US-Iran War Live Updates: US-Iran Talks Are In Doubt As Ceasefire Nears An End

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment