Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટમાં હનુમાન મંદિરને લઈ ચાલી રહેલો વિવાદ વકર્યો

    2 days ago

    અડાજણના અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 11 માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા જ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગોરાટ હનુમાન મંદિરને બચાવવા માટે લડત આપી રહેલા રહીશો અને રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે સંગ્રામ છેડાયો હતો, જેમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારામારીના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપના નેતાઓને ભગાડ્યા હતા. ભાજપના નેતાઓએ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો અડાજણના ગોરાટ હનુમાન મંદિર ચોક પર આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. એક તરફ હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો હતો. પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા જ સ્થાનિકોએ ‘ગો બેક’ ના નારા લગાવી વિસ્તાર છોડવા મજબૂર કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના નેતાઓએ મારામારી કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને માર માર્યો, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભાજપ સામે સ્ત્રી શક્તિનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 'જયશ્રી રામ' વિરુ્દધ 'ગો બેક'નારાથી અડાલજ ગુંજ્યું પ્રચાર માટે પહોંચેલા હર્ષ મહેતા અને અન્ય નેતાઓએ જ્યારે ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું, ત્યારે સ્થાનિકો વધુ ઉશ્કેરાયા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે, "જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા?" લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એક બાજુ ભક્તિના નારા અને બીજી બાજુ જનતાનો વિરોધ, આ બંને વચ્ચે સ્થિતિ વણસી હતી. અશાંતધારા અને વિધર્મીઓને બિલ્ડિંગ ફાળવણીનો મુખ્ય વિવાદ ગોરાટ વિસ્તારમાં વિવાદનું મુખ્ય કારણ અશાંતધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો છે. સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારમાં વિધર્મીઓને ફ્લેટ વેચવામાં આવી રહ્યા છે, જેની દીવાલ વર્ષો જૂના હનુમાન મંદિરને અડેલી છે. આ બાંધકામ અટકાવવા માટે જનતા છેલ્લા પાંચ વર્ષથી લડી રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગણગણાટ છે. ભાજપના ઉમેદવારે કહ્યું- 'અમારા પર હુમલો કરવામાં આવ્યો' બબાલ વધતા જ રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો રોષ શાંત પડ્યો ન હતો. બીજી બાજુ, ઉમેદવાર હર્ષ મહેતાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને અમે પણ ઈજાગ્રસ્ત થયા છીએ." ભક્તિના નામે વોટ માગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ- જમીના પટેલ ગોરાટ હનુમાન મંદિર પાસે જ્યારે ભાજપના નેતાઓ પગે લાગવા પહોંચ્યા ત્યારે જમીના પટેલે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, "અમે તેમને મંદિરમાં પગે લાગવા દીધા, પણ જ્યારે તેઓ અમારી સોસાયટીમાં પ્રચાર માટે ઘૂસવા લાગ્યા ત્યારે અમે તેમને અટકાવ્યા હતા. ભક્તિના નામે વોટ માંગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ વર્ષો જૂનો છે."જેમીનાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ મહિલાઓ પર હુમલો કર્યો હતો. ધક્કામુક્કી દરમિયાન કેટલીક બહેનોને નખ મારવામાં આવ્યા હતા અને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓએ ભાજપના નેતાઓને લપડાક આપતા કહ્યું કે, જે લોકો વટથી રામના નારા લગાવે છે, શું તેમનામાં વિધર્મીઓ દ્વારા નિર્મિત બિલ્ડિંગ સામે હનુમાન મંદિર બચાવવાની હિંમત છે? જેમીના પટેલે પડકાર ફેંક્યો હતો કે જો તમે સાચા ભક્ત હોવ તો વિધર્મીઓના બિલ્ડિંગમાં આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો, માત્ર વોટ માટે નાટક ન કરો. સ્થાનિક યુવતી આયુષી પટેલે આક્ષેપ કર્યો કે, "તમે મંદિરને નીલામ કર્યું છે, તો પછી કયા હકથી અહીં આવો છો?" તેણે વધુમાં ઉમેર્યું કે ભાજપના નેતાઓ અહીં પ્રચાર કરવા નહીં પણ માફિયાની જેમ ગુંડાગર્દી કરવા આવ્યા છે. યુવતીઓએ પોતાની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ઉમેદવારો જ મહિલાઓ પર હાથ ઉપાડતા હોય તો અમે સેફ કઈ રીતે? સ્થાનિકોએ પૂર્ણેશ મોદી, હેમાલી બોઘાવાલા, વૈશાલી શાહ અને ખાસ કરીને હર્ષ મહેતાના નામ લઈને વિરોધ કર્યો હતો. આયુષી પટેલે જણાવ્યું કે હર્ષ મહેતાએ 'અમે ગાર્ડન ગ્રુપના છીએ, ગમે ત્યાં રાજ કરીશું' તેવી ધમકીઓ આપી હતી. આ નેતાઓની હાજરીમાં જ મહિલાઓ સાથે મારામારી થઈ હોવાથી લોકોમાં ભાજપ પ્રત્યે ભારે નફરત જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધની અટકળો અને અરાજકતા:ઇસ્લામાબાદ મંત્રણા પર હજુ સસ્પેન્સ, ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો, માત્ર વેન્સ સાથે વાત કરવા ઇરાન અડગ
    Next Article
    'Proposal' Turns Murder: Bengaluru Woman Blindfolds, Ties Up Boyfriend, Sets Him Afire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment