Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના હબ ટાઉન માર્કેટમાં એપલના નામે નકલી એસેસરીઝનું કૌભાંડ ઝડપાયું:ચાર દુકાનદારો વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ

    9 hours ago

    મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન માર્કેટમાં એપલ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝ વેચવાનું મોટું કૌભાંડ પોલીસની કાર્યવાહીમાં ખુલ્લું પડ્યું છે. આ મામલે ગ્રિફીન ઇન્ટેલેચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજા દ્વારા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કર્યો છે. એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનું વેચાણ કરતાં ફરિયાદી વિશાલસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, તેમની કંપની અલગ-અલગ જાણીતી બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને કોપીરાઈટના રક્ષણ માટે કાર્યરત છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ પોલીસ સ્ટાફ અને પંચો સાથે હબ ટાઉન માર્કેટમાં તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન માર્કેટમાં આવેલી ચાર અલગ-અલગ દુકાનોમાં એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ, જેમાં મોબાઈલ કવર, એરપોડ્સ, ચાર્જર એડેપ્ટર અને કેબલનો મોટો જથ્થો વેચાતો હોવાનું જણાયું હતું. કંપનીના લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. 4 દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કરાયો પોલીસે આ કાર્યવાહીમાં ઉમા મોબાઈલ કવર હાઉસના સંચાલક ચેતનભાઈ પટેલ, મિસ્ટર મોબાઈલ પોઈન્ટના સંચાલક મુકેશભાઈ જેઠવાણી, મહાદેવ મોબાઈલના સંચાલક શંકરલાલ દેસાઈ અને સ્માર્ટ સેલ હબના સંચાલક ક્રિષ્ણકુમાર રાજપુરોહિતની દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કર્યો છે. જેમાં ઉમા મોબાઈલમાંથી રૂ. 2,42,500, મિસ્ટર મોબાઈલ પોઈન્ટમાંથી રૂ. 60,000, મહાદેવ મોબાઈલમાંથી રૂ. 2,50,500 અને સ્માર્ટ સેલ હબમાંથી રૂ. 1,08,500ની કિંમતનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાયો છે. કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધાયો મહેસાણા બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ દરોડાની કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ દુકાનદારો પાસેથી જપ્ત કરેલા માલસામાનના આધારે આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 203 ગ્રામ ગાંજો ઝડપાયો:રમકડાની દુકાનમાંથી રૂ. 10,150નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    "He And Ajinkya Rahane Are Fighting For Worst Batter's Tag": World Cup Winner Shows No Mercy On Two IPL Captains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment