Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અખંડ દીવામાં હરામનું ઘી, તાકાત હોય તો બંદૂક લઈને આવો’:મોરબીમાં કાંતિ અમૃતિયાનો જવાબ; અમદાવાદમાં ભાજપના પ્રચારમાં કાર્યકર્તાને માર પડ્યો; જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી

    20 hours ago

    ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો.
    Click here to Read More
    Previous Article
    કેદારનાથના કપાટ આવતીકાલે ખુલશે, પાલખી ગૌરીકુંડથી નીકળી:આજે 17 કિમીનું અંતર કાપીને ધામ પહોંચશે; શિયાળામાં બાબા ઉખીમઠમાં બિરાજે છે
    Next Article
    15 હજારથી વધુ EVM મશીનોનું સીલિંગ કાર્ય સંપન્ન:સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, ટેકનિકલ ખામી નિવારવા 15% મશીનો રિઝર્વ રખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment