Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્યોરિટી વિના આકરા તાપમાં વિરાટ-અનુષ્કા ખુલ્લા પગે વૃંદાવન ફર્યા:અનુષ્કા વડીલને પગે લાગી, વિરાટ પાછળ ઊભો હસતો રહ્યો; 'વિરુષ્કા'ની સાદગીને ફેન્સે વખાણી

    2 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે તાજેતરમાં વૃંદાવન પહોંચી હતી. વૃંદાવન જતાં પહેલાં બંને દિલ્હી એરપોર્ટ પહોંચ્યાં હતાં. એરપોર્ટમાંથી બહાર આવતા જ અનુષ્કા શર્મા ત્યાં ઉભેલા એક વ્યક્તિને પગે લાગી હતી અને બાદમાં તેમને ભેટી પડી હતી. અક્ષય તૃતીયાના દિવસે અનુષ્કા અને વિરાટે સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યાં હતાં અને તેમના આશ્રમમાં સત્સંગ સાંભળ્યો હતો. આ દરમિયાન આકરા તાપમાં વિરાટ અને અનુષ્કા ખુલ્લા પગે ચાલતા જતા જોવા મળ્યા હતા. બંનેએ સાદગીભર્યા કપડાં પહેર્યાં હતાં. સેલિબ્રિટી દંપતીની સાદગી અને સંસ્કારના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહ્યા છે. આકરા તાપમાં વિરાટ-અનુષ્કા ખુલ્લા પગે ચાલ્યા વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં અનુષ્કા અને વિરાટ ખુલ્લા પગે આકરા તાપમાં ચાલતા જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલીએ ઓફ-વ્હાઇટ પેન્ટ અને બર્ગંડી કલરનું ફૂલ સ્લીવ્સ ટી-શર્ટ પહેર્યું છે, જ્યારે અનુષ્કા શર્માએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે અને માથાને દુપટ્ટાથી ઢાકેલો છે. બંનેએ તિલક પણ કરેલું છે. એરપોર્ટ પર અનુષ્કા વડીલને પગે લાગી નોંધનીય છે કે, અનુષ્કા શર્મા જે વ્યક્તિને પગે લાગી હતી, તે કોણ છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે તે વ્યક્તિ અનુષ્કાના કાકા છે. જ્યારે કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, તે વ્યક્તિ પ્રેમાનંદ મહારાજના આશ્રમના જ કોઈ વ્યક્તિ છે. અનુષ્કાના સંસ્કારના વખાણ થયા નોંધનીય છે કે, આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનુષ્કાની સાદગી અને સંસ્કારના વખાણ કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું કે, 'આ જ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે.' અનુષ્કાએ ₹30 હજારનો ડ્રેસ પહેર્યો અનુષ્કા શર્માએ ઉનાળાને ધ્યાને લઇને કોટન પર પસંદગી ઢોળી હતી. તેણે ઓફ વ્હાઇટ કલરના બેઝ સાથે પેસ્ટલ શેડ્સની પ્રિન્ટ વાળો કુર્તો, વાદળી રંગનો ફ્લેર્ડ પેન્ટ અને દુપટ્ટા પહેર્યાં હતાં. અનુષ્કાએ પહેરેલા આ ડ્રેસની કિંમત અંદાજિત 30 હજાર રૂપિયા છે. વિરાટ-અનુષ્કા રવિવારે મોડી સાંજે વૃંદાવન પહોંચ્યા હતા વિરાટ અને અનુષ્કાએ અક્ષય તૃતીયાના દિવસે સોમવારે વૃંદાવન પહોંચીને સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. બંનેએ પ્રેમાનંદ મહારાજનો સત્સંગ પણ સાંભળ્યો. IPL 2026ના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે વિરાટ અને અનુષ્કા રવિવારે મોડી સાંજે જ વૃંદાવન પહોંચી ગયા હતા. બંને સોમવારે સવારે લગભગ 6 વાગ્યે સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ કેલિકુંજ પહોંચ્યા. અહીં તેઓ લગભગ અઢી કલાક રહ્યા. આશ્રમમાંથી નીકળીને પાછા હોટેલ પહોંચ્યા. સવારે લગભગ 10 વાગ્યે વિરાટ અને અનુષ્કા હોટેલમાંથી બહાર આવ્યા અને સંત પ્રેમાનંદ મહારાજના ગુરુ સંત હિત ગૌરાંગી શરણ મહારાજના વરાહ ઘાટ સ્થિત આશ્રમ પહોંચ્યા. અહીં ગુરુના દર્શન કરીને પાછા હોટેલ ગયા અને લગભગ 11 વાગ્યે રવાના થઈ ગયા. વિરાટ-અનુષ્કાને પ્રેમાનંદે શું-શું સત્સંગ સંભળાવ્યો આશ્રમમાં વિરાટ અને અનુષ્કા અત્યંત સાધારણ વેશભૂષા અને સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યા. કોઈ વીઆઈપી ઠાઠમાઠ વિના બંનેએ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જમીન પર બેસીને ઘણી વાર સુધી મહારાજના સત્સંગને સાંભળ્યો. બંને શાંત રહ્યા. કોઈ પ્રશ્ન પણ ન પૂછ્યો. સત્સંગમાં આવેલા લોકોએ સંત પ્રેમાનંદને પ્રશ્ન પૂછ્યા. જેના જવાબ વિરાટ-અનુષ્કા સાંભળતા દેખાયા. આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે નિર્મળ મન અને ભક્તિના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું - શુદ્ધ અંતઃકરણ જ ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે. મેચ બ્રેકમાં આધ્યાત્મિક યાત્રા IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહેલા વિરાટ કોહલીએ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને આ મુલાકાત લીધી હતી. હાલમાં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. આગામી મેચ ગુજરાત ટાઇટન્સ સામે થવાની હતી તે પહેલાં મળેલા બ્રેકનો તેમણે આધ્યાત્મિક યાત્રા માટે ઉપયોગ કર્યો. વિરાટ કોહલીના વૃંદાવન પહોંચ્યાના સમાચાર શહેરમાં ફેલાતા જ, તેમના પ્રશંસકોની ભારે ભીડ આશ્રમની બહાર ભેગી થઈ ગઈ. પોતાના મનપસંદ ખેલાડી અને અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રસ્તાઓ પર રાહ જોતા જોવા મળ્યા. પાંચમી વાર પ્રેમાનંદને મળવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા વિરાટ અને અનુષ્કા પાંચમી વાર સંત પ્રેમાનંદને મળવા પહોંચ્યા હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં પુત્ર અકાયના જન્મદિવસ પછી પણ બંને અહીં આવ્યા હતા. વર્ષ 2025માં પણ આ કપલ ત્રણ વાર આશ્રમ પહોંચ્યું હતું, જાન્યુઆરીમાં બાળકો સાથે, મે મહિનામાં અને પછી ડિસેમ્બરમાં.
    Click here to Read More
    Previous Article
    Six moments that defined Coachella history
    Next Article
    રંગીલા રાજકોટની રળયામણી રાત પણ ગરમ:41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આજે પારો 42°એ પહોંચશે; અમદાવાદ-વડોદરા અને અમરેલીનું તાપમાન 41°ને વટાવશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment