Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ નજીક દરગાહમાં સિંહ-સિંહણ જોવા મળ્યા:મંડોર ગામનો વીડિયો વાયરલ થતાં કુતૂહલ અને ભય

    3 days ago

    ગીર પ્રદેશમાં સિંહોની વધતી સંખ્યાને કારણે હવે તેઓ માનવ વસાહતોની નજીક જોવા મળે છે. વેરાવળ નજીકના મંડોર ગામમાં બાલમશા પીરની દરગાહમાં સિંહ અને સિંહણની જોડી આરામ કરતી જોવા મળતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સિંહ-સિંહણની જોડી દરગાહના પરિસરમાં શાંતિપૂર્વક આરામ કરતી સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ સ્થાનિકોના મતે આ વીડિયો મંડોર ગામની ભાગોળે આવેલી બાલમશા પીર બાપુની દરગાહનો છે. આ ઘટનાએ ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ પણ સર્જ્યો છે. એક તરફ આ દુર્લભ દૃશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ સિંહોની આવી નજીક ઉપસ્થિતિને કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો માટે જોખમ વધ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વનવિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ નવી ટેરિટરી શોધવા ગામડાઓ તરફ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વનવિભાગે લોકોને સાવચેતી રાખવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવા અપીલ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વ અંગે ચર્ચા જગાવી છે. ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા અને માનવ વસ્તીના સંરક્ષણ બંને માટે યોગ્ય આયોજન જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાજલ મહેરિયાનો ધડાકો, ‘હું અલ્પેશ સાથે દોઢ વર્ષથી રિલેશનમાં’:સિંગર બોલી-અમને ધમકીઓ મળે છે, માતાએ કહ્યું-છોકરાનો પરિવાર પૈસા માટે ગેમ રમે છે; ભાસ્કર પાસે આ રહ્યું મેરેજ સર્ટિ
    Next Article
    Dhandhuka News LIVE | ધંધુકામાં હત્યા બાદ પોલીસની મોટી કાર્યવાહી | Ahmedabad Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment