Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલ મહેરિયાનો ધડાકો, ‘હું અલ્પેશ સાથે દોઢ વર્ષથી રિલેશનમાં’:સિંગરે કીધુ-અમને ધમકીઓ મળે છે, માતાએ કહ્યું-છોકરાનો પરિવાર પૈસા માટે ગેમ રમે છે; ભાસ્કર પાસે આ રહ્યું મેરેજ સર્ટિ

    12 hours ago

    સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. મળતી વિગત અનુસાર, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે. આજે 21 એપ્રિલના રોજ, લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે. કાજલના જણાવ્યા અનુસાર, તેણે અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સાથે જ તેણે ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી (કોમેન્ટ) કરનારાઓને ચેતવણી આપી છે કે, હવે તે કોઈ જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે. કાજલ મહેરિયાએ વીડિયોમાં જણાવેલી વિગત શબ્દશઃ "જય હિન્દ, જય ભીમ, જય વિહત મા! હું લોકગાયિકા કાજલ મહેરિયા. ઘણા સમયથી ચર્ચાનો જે મુદ્દો છે, જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નથી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે આ વીડિયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10-10-2025 ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વસ્થ અવસ્થામાં, ભારતીય સંવિધાનના નિયમો અનુસાર અને ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ ધાક-ધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરી હતી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી અને મહત્વપૂર્ણ નિર્ણય મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો, જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મપ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહીશ એનું કારણ કે હું સનાતની છું. અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ-અલગ ધમકીઓ - મારી નાખવાની, ઉપાડી લેવાની... આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જે કંઈ પણ બોલી અને ધમકીઓ આપી છે, એ બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વીડિયો દ્વારા જણાવું છું. અને આ જ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહત મા!" 'ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં' કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા મારફતે વીડિયોમાં જણાવ્યું છે કે, ​મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામમાં ગયા હતાં. હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી, ત્યાં ગયા એટલે અમે કહ્યું કે ભાઈ મારી છોકરી અમને સોંપી દો એટલે અમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં. ‘અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો’ શારદાબેન મહેરિયાએ કહ્યું કે, મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી જ નમ્ર વિનંતી કે મારી છોકરી એક સિંગર છે. હવે કઈ રીતે આ બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહ્યો છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમને અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ વિજાપુર ખાતે છે આ અંગે ગાંધીનગરમાં સૂત્રોએ જણાવ્યું કે, ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુર ખાતે યોજાશે. ત્યારબાદ આવતા મહિને કાજલ ઓસ્ટ્રેલિયા જવાની છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ.જી.દેસાઈએ જણાવ્યું કે, કાજલ મહેરિયાના લગ્નનું સર્ટિફિકેટ 20 એપ્રિલે મળી ગયું છે. સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજનો વિવાદ વધુ વકર્યો ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા- સંદિપ મહેરિયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. 'તમારી છોકરી પાછી આવતી હોય તો લઈ જાઓ' અલ્પેશ ઠાકોરના માતા તારાબેન ઠાકોરે ગઈકાલે(20 એપ્રિલે) એક પ્રાઈવેટ મીડિયાને જણાવ્યું હતું કે, '20-25 લોકો આવ્યા હતા, ને કહ્યું છોકરાને પાછો વાળી લો' કાજલ મહેરિયાના જેની સાથે લગ્ન થયા એ અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે 20 એપ્રિલે જણાવ્યું હતું કે, કાલે(19 એપ્રિલ) 20-25 લોકો આવ્યા હતા. તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી. અમે ફરિયાદ નોંધાવી છે. 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) હાલ આ મામલે કાજલ-અલ્પેશનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી ઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. હાલ કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોણ છે કાજલ મહેરિયા? કાજલ મહેરિયા વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની જાહેરાત પહેલા દાવ લગાવીને કરોડો કમાયા:નિવેદનના થોડા મિનિટ પહેલા ટ્રેડિંગમાં અચાનક ઉછાળો, ઇનસાઇડર ટ્રેડિંગની શંકા ઘેરી બની
    Next Article
    'Darling Mama': King Charles' Tribute On Late Queen's 100th Birthday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment