Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:હોટ ફ્લશ : મેનોપોઝ દરમિયાન મહિલાઓને સતાવતી સમસ્યા

    3 days ago

    ડો. વિજય દવે રજોનિવૃત્તિ / મેનોપોઝ સમય (35-55 વર્ષ ) દરમિયાન સ્ત્રીના શરીરમાં સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજનના વધારા ઘટાડાને કારણે થતી એક સર્વ સામાન્ય અને ન્યુસન્સ વેલ્યુ ધરાવતી પણ સ્ત્રીને શારીરિક અને માનસિક રીતે તોડી નાખતી બીમારી કે અવસ્થા છે હોટફલશ. મેનોપોઝ સિવાયના સમયમાં સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજનનું નોર્મલ પ્રમાણ 15-400 pg /ml હોય છે. પણ મેનોપોઝની શરૂઆતના તબક્કાથી શરૂ થતો એસ્ટ્રોજન હોર્મોનનો ઘટાડો ક્યારેક 10pg થી પણ નીચે સરકી જાય છે ત્યારે અથવા એસ્ટ્રોજનના પ્રમાણમાં થતી ઝડપી વધઘટનાં કારણે થતી હોટફલશની તકલીફમાં ઘટેલા એસ્ટ્રોજનને કારણે શરીરનાં ઉષ્ણતામાનને નિયંત્રણમાં રાખતી હાઇપોથેલમસ અને પીચ્યુટરી ગ્રંથિનો રેગ્યુલેશન કંટ્રોલ ઓછો રહે છે જેથી વધેલી ગરમી હોટફલશ સ્વરૂપે સ્ત્રીઓને પરેશાન કરે છે. હોટફલશનો સમય 30 સેકન્ડથી લઈ પાંચ મિનિટ સુધીનો હોઈ શકે છે. એ દરમ્યાન સ્ત્રીને અચાનક જ ગરમી થતા તે પરસેવે રેબઝેબ થઈ જાય (ખાસ કરીને રાત્રે), ચહેરો લાલ થઈ જાય, હૃદયનાં ધબકારા વધી જાય, ગરમી પછી અચાનક ઠંડી લાગે, અન્યમનસ્કતા આવે, ડર લાગે કે, હાર્ટ એટેક તો નહીં હોય ને? એવી ધાસ્તી પડે પણ વધુમાં વધુ પાંચેક મિનિટ પછી બધુ નોર્મલ થઈ જાય. આ બીમારી ફક્ત સ્ત્રીઓને જ થાય છે. ડૉક્ટરો આને માટે સામાન્ય રીતે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી સુચવે છે. એચઆરટીમાં વપરાતા સિન્થેટિક એસ્ટ્રોજનની આડઅસર રૂપે ક્યારેક એનાથી સ્ત્રીઓમાં ગર્ભાશય, ગર્ભાશય મુખ અને સ્તનમાં કેન્સર થઈ શકે છે. એના મારણ રૂપે વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એસ્ટ્રોજન અને એસ્ટ્રીઓલ કુદરતી સ્વરૂપમાં શોધી કાઢયા છે, જેને ફાઇટોએસ્ટ્રોજન કહે છે. સ્ત્રીઓના શરીરમાં બનતા ઓછા એસ્ટ્રોજનને ખોરાક દ્વારા વધારવા માટે ચોખાના ફોતરામાંથી નીકળતા રાઈસબ્રાન તેલમાંથી મળતું ગામા ઓરીઝેનોલ અસરકારક નીવડે છે. એ સિવાય સોયાબીનની વિવિધ વાનગીઓ, લીંબુ, સંતરા, નારંગી અને વિટામીન સી જેને બાયોફ્લેવનાઇઝડ કહેવાય તે એસ્ટ્રોજનનું પ્રમાણ વધારી હોટફલશ રોકવામાં મદદ કરે છે. દુધ (રોજનું 500 એમએલ), ઘી (રોજ 2-4 ચમચી), માખણ અને વિટામીન E હોટફલશની સારવારમાં અસરકારક ભાગ ભજવે છે. વધારે પડતો મસાલાયુકત ખોરાક, જંકફુડ, કેફીનવાળા ચા-કોફી કે ઠંડાં પીણા, અને આલ્કોહોલ છોડવા પડે. માનસિક તણાવ, ચિંતા, ધૂંધવાટ હોટફલશ વધારે. જો થાઈરોઈડની તકલીફ હોય તો યોગ્ય સારવાર કરાવો. ઠંડા, હવા ઉજાસ વાળા ઘરમાં રહો, ઢીલા કપડાં પહેરો, પુષ્કળ પાણી અને પ્રવાહી લેતા રહો. વરિયાળી + સાકરને અથવા મેથીના દાણાને રાત્રે પલાળી સવારે પીઓ. હોટ ફલશનો એટેક આવે ત્યારે ઊંડા શ્વાસ લો. પીપલી પ્રાણાયામ કરો. (જીભને પાછળની તરફ વાળી શ્વાસ લઈ, નાકેથી છોડવો) જરૂર પડયે યોગ્ય સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લો.
    Click here to Read More
    Previous Article
    ફેશન:સનગ્લાસ સ્વેગ: ચહેરા અને સ્ટાઇલને આપો એક નવો અંદાજ!
    Next Article
    પાંચમો વેદ:આંખ પાસે બ્રાઉન સ્પોટ્સ અને મોંની આસપાસ કાળાશ આવી ગઈ છે, ઉપાયમાં મારે શું કરવું જોઈએ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment