Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુરિમા ન્યૂઝ:બ્યુટી ક્વીનનો તાજ ઉતારી સેનામાં જોડાઈ

    2 days ago

    લજ્જા દવે પંડ્યા ગ્લેમર વર્લ્ડમાં સફળતા મેળવનારી યુવતીઓ મોડેલિંગ અથવા બોલિવૂડમાં છવાઈના સપના જોવે તે સ્વાભાવિક છે. 2023માં કશિશ મેથવાણીએ ‘મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા’નો ખિતાબ જીત્યો ત્યારે તેની આસપાસના લોકોને લાગતું કે તે હવે બોલિવૂડ કે મોડેલિંગની દુનિયામાં આગળ વધશે. અભ્યાસમાં હોંશિયાર એવી કશિશ પાસે હાર્વર્ડ યુનિવર્સિટી જેવી દુનિયાની ટોચની સંસ્થામાંથી પીએચડી કરવાની ઓફર પણ હતી! પણ દેશભક્તિના રંગે રંગાયેલી કશિશે આ બંને માર્ગ પડતા મૂક્યા. સ્કૂલમાં એનસીસીની પરેડ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ‘બેસ્ટ કેડેટ’નો એવોર્ડ મેળવનારી કશિશે તે વખતે જ તો આર્મીમાં જોડાવાનું સપનું જોયેલું. એક સમયે સૌંદર્ય સ્પર્ધાનો તાજ પહેરનારી કશિશે આર્મીની કેપ પહેરવાનું પોતાનું બાળપણનું સપનું પૂરું કરવા 2024માં ‘કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ’ પરીક્ષા આપી. જેમાં તેણે સમગ્ર ભારતમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં 11 મહિનાની તાલીમ બાદ, 6 સપ્ટેમ્બર 2025ના રોજ તે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત થઈ. આજે તે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે આર્મી એર ડિફેન્સમાં ફરજ બજાવે છે. હાઈ હિલ્સ પહેરીને રેમ્પ વોક કરતા તેના પગ આજે ભારતીય સેનાના વજનદાર શૂઝ પહેરીને પરેડ અને ડ્રિલ્સ કરે છે. કશિશ કહે છે કે ‘તાજે ઓળખ અપાવી, પણ યુનિફોર્મે જીવનનો અર્થ આપ્યો.’ સેનાના ઓલિવ ગ્રીન યુનિફોર્મમાં સજ્જ કશિશની આંખોમાં આજે દેશ કાજે સમર્પિત થવાનો અદમ્ય સંતોષ છલકાય છે! મહિલા સરપંચે બનાવ્યું નેટ-ઝીરો કાર્બન વિલેજ મહિલા સરપંચ શારદા ગાયધનેના વિઝન અને નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાનું બેલા ગામ આજે ભારતનું પ્રથમ નેટ-ઝીરો કાર્બન વિલેજ બન્યું છે. તેમણે લગ્ન અને તહેવારો નિમિત્તે વૃક્ષારોપણ કરવાની પ્રથાની શરૂઆત કરી. જેને કારણે ગ્રામજનોએ લગભગ 90,000 વૃક્ષો વાવ્યા. લાકડાંનો વપરાશ અટકાવવા અને ગામનું પ્રદૂષણ ઘટાડવા ચૂલાને બદલે એલપીજીનો ઉપયોગ વધારવામાં આવ્યો. ઘરો, આંગણવાડી તેમજ પંચાયત કચેરીમાં સોલાર પેનલ્સ લગાવાઈ. આ રીતે સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધતા પ્રદૂષણ ઘટ્યું અને ગ્રામજનોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવ્યો. ગામમાં ઘરેઘરે કચરાનું વિભાજન શરૂ કરવામાં આવ્યું. ગામમાં સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ મર્યાદિત કરવા આવ્યો. આ મોડેલને મુંબઈ કલાઈમેટ વીક 2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. અંધ સ્વિમરે પાલ્ક સ્ટ્રેઈટ પાર કરી ઇતિહાસ રચ્યો મહારાષ્ટ્રના નાગપુરની 18 વર્ષની દૃષ્ટિવિહીન સ્વિમર ઈશ્વરી પાંડે ભારત અને શ્રીલંકા વચ્ચેનો જોખમી દરિયાઈ વિસ્તાર પાલ્ક સ્ટ્રેઈટ તરીને પાર કરનારી વિશ્વની પ્રથમ અંધ સ્વિમર બની છે. જન્મથી જ સંપૂર્ણપણે અંધ એવી ઈશ્વરીએ શ્રીલંકાના તલાઈમન્નારથી વહેલી સવારે તરવાની શરૂઆત કરેલી. ભારતના ધનુષકોડી નજીક અરિચાલમુનાઈ સુધીનું અંતર તેણે 12 કલાક અને 45 મિનિટમાં કાપ્યું હતું. તેની સુરક્ષા અને ચોક્કસ દિશા જાળવી રાખવા માટે નિષ્ણાત કોચ અને નેવિગેટર્સની ટીમ સતત તેની સાથે બોટમાં રહી વ્હિસલ દ્વારા માર્ગદર્શન આપતા હતા. તોફાની મોજા, ભરતી-ઓટને કારણે બદલાતો પાણીનો પ્રવાહ અને જેલીફિશ જેવા જોખમોનો સામનો કરીને તેણે આ સાહસ પાર પાડ્યું. તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. મહાકાય બળદોને કહ્યાગરા બનાવી દેતી શ્રીલક્ષ્મી ઘડીના છઠ્ઠા ભાગમાં માણસને ફંગોળી દેવાની તાકાત ધરાવતા બળદો આ મહિલા આગળ કહ્યાગરા થઈ જાય છે. આંધ્ર પ્રદેશના બાપટલાની શ્રીલક્ષ્મી નામની મહિલાએ તેના બળદો સાથે અનોખો લાગણીસભર સંબંધ વિકસાવ્યો છે. તે પોતાના બળદોને પરિવારના સભ્ય માને છે અને તે રીતે જ તેમની કાળજી લે છે. તેના પ્રેમના પરિણામે આ શક્તિશાળી પ્રાણીઓ તેની વાત માને છે અને તેને વશ થાય છે. સામાન્ય રીતે બળદ દોડ જેવી સ્પર્ધાઓમાં પુરુષો જ પોતાના બળદ લઈને જતા હોય છે. પરંતુ, શ્રીલક્ષ્મીએ આ પરંપરા તોડી છે. તે પોતાના બળદોને સ્પર્ધાના મેદાનમાં લઈને જાય છે અને ત્યાં તેમને કંટ્રોલ કરવાનું, યોગ્ય દિશામાં દોરવાનું કાર્ય કરે છે. તે ત્યાં તેમને જીતવા માટે પ્રોત્સાહન પણ આપે છે. આ સ્પર્ધાઓ માટે બળદોને ટ્રેનિંગ આપવાનું કામ શ્રીલક્ષ્મી અને તેના પતિ સાથે મળીને કરે છે. શરૂઆતમાં આ બળદોની નજીક જવામાં તેને ડર લાગતો હતો. પણ, તેના પતિના પ્રોત્સાહનથી તે હવે બળદોને પોતાના સંતાનોની જેમ સાચવતી થઈ ગઈ છે. આજે આ દંપતી પાસે 15 બળદ છે. તેમની સંભાળ પાછળ તેઓ મહિને આશરે 5 લાખનો ખર્ચ કરે છે! શ્રીલક્ષ્મી કહે છે કે પશુઓ પણ પ્રેમની ભાષા સમજે છે અને જો આપણે પ્રેમ અને કાળજી આપીએ તો તેઓ પણ આપણા પર વિશ્વાસ મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:ગોડ ઈઝ ગ્રેટ
    Next Article
    પરખ:તમે બીક અને ફોબિયાનો ફરક જાણો છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment