Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લલિત પરસાણાની રજૂઆત બાદ યાત્રાધામ બોર્ડનો કલેક્ટરને કડક આદેશ:જટાશંકર મંદિરે હેરાનગતિ રોકવા અને સુવિધાઓ બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો કલેક્ટરને તાકીદની કાર્યવાહી કરવા આદેશ

    11 hours ago

    ​જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં આવેલા પૌરાણિક શ્રી જટાશંકર મહાદેવ મંદિરની જગ્યામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત કનડગત અને પાયાની સુવિધાઓના અભાવનો મામલો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વહીવટી અધિકારીએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જટાશંકર મહાદેવના મહંતશ્રીને પૌરાણિક મંદિરની જગ્યામાં થતી હેરાનગતિ રોકવા બાબતે મળેલી રજૂઆત પરત્વે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરી યોગ્ય ઉકેલ લાવવો. આ આદેશ બાદ હવે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પૌરાણિક સ્થાનકને ન્યાય મળવાની આશા જાગી છે. ​આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જટાશંકર મંદિરના મહંત બાલ બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરૂજી બાલાનંદ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મહંતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગિરનારની જૂની સીડી પર 500 પગથિયાં પાસે આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે, જ્યાં વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ભારે ધસારો રહે છે. જોકે, આટલા મહત્વના ધાર્મિક સ્થળ હોવા છતાં તંત્ર દ્વારા અહીં પીવાના પાણી કે શૌચાલય જેવી ન્યૂનતમ સુવિધાઓ પણ આપવામાં આવી નથી. ઉલટાનું, જ્યારે સાધુ-સંતો પોતાની મહેનત અને ખર્ચે યાત્રિકો માટે સુવિધા ઉભી કરે છે, ત્યારે વન વિભાગ દ્વારા તેને તોડી પાડવામાં આવે છે. ​મહંતની રજૂઆતને પગલે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ વન મંત્રીને પત્ર લખીને આકરા સવાલો કર્યા હતા. લલિત પરસાણાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે યાત્રિકો તડકા, ઠંડી અને વરસાદથી બચી શકે તે માટે તેમજ ધાર્મિક વિધિઓ જેવી કે યજ્ઞ-હવન કરી શકે તે માટે મહંત દ્વારા ત્યાં પતરાનો એક શેડ બનાવવામાં આવ્યો હતો. આ શેડ નીચે થોડા સમય પહેલા જ ધારાસભ્ય અને કોર્પોરેટરોની હાજરીમાં ભાગવત કથાનું પણ આયોજન થયું હતું. તેમ છતાં વન વિભાગે કોઈ પણ પૂર્વ જાણકારી વગર આ ડોમ તોડી પાડવાનું કૃત્ય કર્યું છે, જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ઘટના છે. ​તેમણે વધુમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક તરફ સરકાર ભવનાથ અને ગિરનારના વિકાસના મોટા દાવા કરે છે અને 'ત્રિપલ એન્જિન' સરકાર હોવાની વાતો કરે છે, તો બીજી તરફ પૌરાણિક સ્થાનો પર વસતા સાધુ-સંતોને હેરાન કરવામાં આવે છે. ગિરનારની ચારેય દિશામાં ગેરકાયદેસર હોટલો અને ફાર્મ હાઉસ સામે વન વિભાગ મૌન સેવીને બેઠું છે, પરંતુ જ્યારે સાધુઓ યાત્રિકોની સુવિધા માટે સામાન્ય પતરાનો શેડ બનાવે છે ત્યારે તંત્ર સક્રિય થઈ જાય છે. લલિત પરસાણાએ માગ કરી હતી કે ઈન્દ્રેશ્વર મહાદેવની જેમ જટાશંકર મહાદેવ મંદિરનો પણ વિકાસ થવો જોઈએ અને યાત્રિકો માટે વિશ્રામની કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ​હાલમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના હસ્તક્ષેપ બાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સરકારે આ મામલે ગંભીર નોંધ લઈને કલેક્ટરને પત્ર પાઠવતા હવે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ આ પૌરાણિક મંદિરની ગરિમા જળવાય અને ત્યાં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવી પડશે. આ વિવાદે જૂનાગઢના સ્થાનિક રાજકારણ અને ધાર્મિક ક્ષેત્રોમાં ભારે ચર્ચા જગાડી છે, કારણ કે આ પૌરાણિક સ્થાન સાથે હજારો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે. આગામી દિવસોમાં કલેક્ટર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના સૌથી મોટા રિફંડની પ્રક્રિયા શરૂ:વ્યાજ સહિત 90 દિવસમાં પૈસા પાછા મળશે, ₹13.8 લાખ કરોડ પરત કરવાના છે
    Next Article
    GT vs MI Highlights, IPL 2026: Tilak Varma's Record-Breaking 100 Helps MI Thrash Shubman Gill's GT, End Losing Streak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment