Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની જાહેર સભા પહેલાં દુર્ઘટના:યુવાનને લાઈનનું કામ કરતા વીજપોલ પર લાગ્યો કરંટ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

    11 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક અસરથી આજની જાહેર સભા રદ કરવાનો નિર્ણય લીધો છે. લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો મળતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાસે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની તૈયારીઓના ભાગરૂપે આરિફભાઈ નામનો સ્થાનિક યુવાન લાઈટિંગ ફિટિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો ત્યારે અચાનક તેને જોરદાર વીજ કરંટ (ઈલેક્ટ્રિક શોક) લાગ્યો હતો. શોક લાગતાની સાથે જ તે થાંભલા પરથી સીધો નીચે પટકાયો હતો. યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને કાર્યકરો દોડી આવ્યા હતા. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી (Sir T) હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિશોરભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે, "આજરોજ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન હતું. સભાના કામકાજ દરમિયાન સ્થાનિક યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આજની જાહેર સભા રદ કરવામાં આવી છે." ભાવનગરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સભા સ્થળે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે કાર્યકરોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સભામાં એકઠા થયેલા લોકો પણ વિખેરાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈએ જીતનો સ્વાદ ચાખ્યો:IPLમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મળી, ગુજરાતને 99 રનથી હરાવ્યું, તિલક વર્માની સદી
    Next Article
    Junagadh Summer Update | જુનાગઢમાં ગરમીનો કહેર તાપમાન 40 ડિગ્રીને પાર | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment