Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછાવાસીઓને મોટી રાહત:વરાછાથી સ્ટેશન જવા માટે 'સબરસ ગરનાળુ' નાના વાહનો માટે ફરી ખુલ્લું મુકાયું

    11 hours ago

    સુરત રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટ અને મોર્ડનાઇઝેશનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. SITCO કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો રેલના પ્રોજેક્ટને કારણે શહેરના હાર્દ સમાન રેલ્વે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી સુરત રેલ્વે સ્ટેશન ખાતે મેટ્રો રેલની કામગીરી અને ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લંબે હનુમાન રોડથી દિલ્હી ગેટ તરફ જતા માર્ગ પર આવેલું સબરસ ગરનાળુ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ ગરનાળુ બંધ થવાને કારણે વરાછા તરફથી આવતા વાહનોએ ફરજિયાતપણે આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો. જેના કારણે આયુર્વેદિક ગરનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર-1ની કચેરીએ નિર્ણય લીધો છે કે, સબરસ ગરનાળાને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, હાલ આ ગરનાળાનો ઉપયોગ માત્ર નાના વાહનો જ કરી શકશે. કયા વાહનો પસાર થઈ શકશે? ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર (રિક્ષા) અને ફોર-વ્હિલર (કાર) જેવા નાના વાહનો આ ગરનાળામાંથી પસાર થઈ શકશે. સબરસ ગરનાળુ ખુલ્લું થવાથી શહેરના વરાછા તરફથી આવતા વાહનો હવે કોઈપણ અવરોધ વગર દિલ્હી ગેટ અને સુરત રેલ્વે સ્ટેશન તરફ જઈ શકશે. અત્યાર સુધી જે ટ્રાફિક આયુર્વેદિક ગરનાળા પર કેન્દ્રિત હતો, તે હવે વિભાજિત થશે, જેનાથી પોદ્દાર આર્કેડ અને સ્ટેશન મેઈન રોડ પરનું ભારણ ઘટશે. સહારા દરવાજાથી રેલ્વે સ્ટેશન તરફ આવતા વાહનચાલકો પણ હવે સબરસ ગરનાળાનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા જંક્શન પર ટ્રાફિક જામ ઓછો થશે.
    Click here to Read More
    Previous Article
    JEE મેઈન ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:100 NTA મેળવનાર નિમય પુરોહિત ગુજરાતનો એકમાત્ર વિદ્યાર્થી, દેશમાં કુલ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઈલ
    Next Article
    ‘35 વર્ષમાં ભાજપે કંઈ ઉકેલ્યું નથી,ત્રણ મહિનામાં તમે શું કરશો?':વોર્ડ-7માં ભાજપના ઉમેદવાર અકળાયા, મતદારે ‘5 વર્ષનો હિસાબ’ માંગતા સોનુબેને વીડિયો બનાવતા યુવકનો મોબાઈલ અટકાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment