Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેડી વેન્સના પાકિસ્તાન રવાના થવાનો દાવો ખોટો:રિપોર્ટ- હજુ વ્હાઇટ હાઉસમાં જ છે; ટ્રમ્પે કહ્યું હતું- રવાના થઈ ચૂક્યા છે

    1 day ago

    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પાકિસ્તાન રવાના થવાનો દાવો ખોટો છે. AP રિપોર્ટ અનુસાર, તેઓ સોમવારે સવારે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રવાના થઈ ચૂક્યા છે. આ અગાઉ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે વેન્સ ઈસ્લામાબાદ જવા નીકળી ગયા છે. જોકે રિપોર્ટ મુજબ તેમનો કાફલો સવારે લગભગ 11 વાગ્યે વ્હાઇટ હાઉસ પહોંચ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ટ્રમ્પનો દાવો ખોટો હતો. આ દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈરાની રાજદૂત રેઝા અમીરી મોગદ્દમ સાથે મુલાકાત કરી હતી, જેમાં અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો અને પ્રાદેશિક તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકા-ઈરાન વાટાઘાટો પર સસ્પેન્સ હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થશે કે નહીં, તેને લઈને સસ્પેન્સ યથાવત છે. ઈરાને કહ્યું કે અમેરિકી નૌકાદળની નાકાબંધી યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે અને અમેરિકાની ધમકીભરી ભાષાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ સંજોગોમાં વાતચીતની આશા બહુ ઓછી છે. તે જ સમયે, અલ જઝીરાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વાતચીત એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી ચાલી શકે છે. પ્રયાસ એ છે કે એક અસ્થાયી કરાર એટલે કે MoU પર હસ્તાક્ષર થાય, જેથી યુદ્ધવિરામ આગળ વધી શકે અને લગભગ 60 દિવસનો સમય મળી શકે જેથી એક મોટો શાંતિ કરાર તૈયાર કરી શકાય. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ઈરાન તેમાં ભાગ લે. છેલ્લા 24 કલાકમાં 5 મુખ્ય અપડેટ્સ ભારતીય જહાજો પર ગોળીબાર: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બે ભારતીય જહાજો પર ગોળીબાર કર્યો. 14 જહાજોને અટકાવવામાં આવ્યા, 13 પાછા ફર્યા. ભારતે રાજદૂતને બોલાવીને વિરોધ કર્યો. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ: ઇરાને અમેરિકા પર યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આરોપ લગાવીને સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. બીજી બેઠક પર શંકા: ઇરાને ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. ઇરાને આ નિર્ણય માટે યુએસની માંગણીઓ અને નાકાબંધીને મુખ્ય કારણો ગણાવ્યા છે. ઓઈલના ભાવમાં વધારો: ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ લગભગ 6.5% વધીને $96.27 પ્રતિ બેરલ પર પહોંચી ગયું. ટ્રમ્પની ચેતવણી: ટ્રમ્પે કહ્યું છે કે શાંતિ કરાર પર પહોંચવાની આ ઇરાન પાસે છેલ્લી તક છે. તેમણે કહ્યું કે તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેવી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    200ના રનચેઝમાં ગુજરાતની માઠી દશા બેઠી:મુંબઈ સામે ટીમે 99 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી; અશ્વની કુમારે ચોથી વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો
    Next Article
    JEE મેઈન ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:100 NTA મેળવનાર નિમય પુરોહિત ગુજરાતનો એકમાત્ર વિદ્યાર્થી, દેશમાં કુલ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઈલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment