Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારની મજા આફતમાં ફેરવાઈ:ડુમસ ખાતે અચાનક આવેલી ભરતીમાં કાર અને રિક્ષા પાણીમાં ગરકાવ

    13 hours ago

    સુરતનું ફેવરિટ પિકનિક ડેસ્ટિનેશન ગણાતા ડુમ્મસ ખાતે રવિવારની રજાની મજા માણવા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સુરતીલાલાઓ માટે સાંજનો સમય કપરો સાબિત થયો હતો. દરિયામાં આવેલી અચાનક ભરતીને કારણે કિનારાની આસપાસ પાર્કિંગ કરેલા વાહન પાસે પાણી પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી અને જોતજોતામાં અનેક વાહનો દરિયાના ખારા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતા રવિવાર હોવાથી ડુમ્મસના સુલતાનાબાદ અને લંગરના કિનારે લોકો વાહન પાર્ક કરીને દરિયાની ઠંડી લહેરખીઓ માણવા અને ખાણીપીણીની લિજ્જત માણવા આવ્યા હતા. કિનારા પર રેતીના ભાગે જ્યાં સામાન્ય રીતે લોકો વાહનો પાર્ક કરતા હોય છે ત્યાં સેંકડો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને પેસેન્જર રિક્ષાઓની પાર્ક કરી હતી. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતા, પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે ભરતીનો સમય નજીક છે. લોકો વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા અચાનક દરિયાના મોજાં કિનારાને આંબી ગયા હતા. જો જોતામાં પાણી જે વાહનો રેતીમાં પાર્ક હતા, તેની આસપાસ દરિયાના પાણીનો ઘેરાવો વધી ગયો હતો. પાણીનું સ્તર એટલું ઝડપથી વધ્યું કે લોકોને પોતાના વાહનો ત્યાંથી હટાવવાનો પણ સમય મળ્યો નહીં. સેંકડો લોકો દરિયાના પાણીની વચ્ચે પોતાના વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ આખી ઘટનાનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાના પાણીમાં રિક્ષાઓ ફસાઈ હતી તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહી છે અને સાથે ફોરવીલ ચાલકોના ગાડીના ટાયર પણ ફરી જતા જોવા મળી રહ્યા છે અને અનેક મોટરસાયકલ પડી ગયેલી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    JEE મેઈન ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:100 NTA મેળવનાર નિમય પુરોહિત ગુજરાતનો એકમાત્ર વિદ્યાર્થી, માતાપિતા છે તબીબ
    Next Article
    Rajkot Weather Forecast | કમળાપુર ગામે વરસાદનો વરતારો દેશી પદ્ધતિથી કાઢવામાં આવ્યો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment