Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાના નવા સુરજદેવળ ધામમાં ભવ્ય લોક ડાયરો:કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડ પર થયો ડોલર અને સોનાના વર્કવાળી નોટોનો વરસાદ

    15 hours ago

    ચોટીલાના આંગણે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ રચાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક કલાકારોએ એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે કલાકારો પર ભારતીય ચલણની સાથે વિદેશી ડોલરનો પણ વરસાદ જોવા મળ્યો હતો. ભક્તિ અને શૌર્યની જમાવટ નવા સુરજદેવળ ધામ ખાતે સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ પૂર્વે આ ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડે પોતાની કલા પીરસીને ડાયરાની રોનક વધારી હતી. કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર કંઠે સૂર્યનારાયણ ભગવાનના રાસડા અને ભજનોની પ્રસ્તુતિ કરી સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો. તો દેવાયત ખવડે શૌર્યરસ અને લોક સાહિત્યની વાતો દ્વારા શ્રોતાઓમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો. નોટો અને ડોલરનો અવિરત વરસાદ જ્યારે કલાકારોએ શૌર્ય ગીતો અને ભજનોની રમઝટ બોલાવી, ત્યારે ચાહકો અને શ્રદ્ધાળુઓએ મન મૂકીને નોટો ઉડાડી હતી. આ ડાયરામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સોનાની વર્ક વાળી નોટો રહી હતી. આ ઉપરાંત રૂ.10થી લઈને રૂ.500 સુધીની ભારતીય નોટોનો વરસાદ થયો હતો. મોટા પ્રમાણમાં વિદેશી ચલણ ડોલર પણ કલાકારો પર ન્યોછાવર કરવામાં આવ્યા હતા. સમાજની એકતાનું પ્રતીક આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા કાઠી ક્ષત્રિય સમાજની એકતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો હતો. નવા સુરજદેવ ધામના પવિત્ર આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં ગુંજતા શૌર્ય ગીતોએ સમગ્ર વિસ્તારને ગજવી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લલિત પરસાણાની રજૂઆત બાદ યાત્રાધામ બોર્ડનો કલેક્ટરને કડક આદેશ.:જટાશંકર મંદિરે હેરાનગતિ રોકવા અને સુવિધાઓ બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો કલેક્ટરને તાકીદની કાર્યવાહી કરવા આદેશ, ગિરનારના જટાશંકર મંદિરે વન વિભાગનું ડિમોલિશન નડ્યું.
    Next Article
    Surat Railway Department | સુરતમાં રેલવેના અધિકારીઓનો લુલો બચાવ | Railway Officer |Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment