Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાગીસો રબાડાએ અમદાવાદમાં તરખાટ મચાવ્યો:બે ઓવરમાં મુંબઈના બન્ને ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા; આઉટ ઑફ ફોર્મ સૂર્યા પર નજર રહેશે

    1 day ago

    IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. મુંબઈનો સ્કોર 6 ઓવરમાં 46/3 છે. ટીમ તરફથી નમન ધીર અને તિલક વર્મા ક્રિઝ પર છે. કાગીસો રબાડાએ ક્વિન્ટન ડી કોકને કૉટ એન્ડ બોલ્ડ કર્યો. ડી કોક 13 રન બનાવીને આઉટ થયો. રબાડાને આ બીજી વિકેટ મળી છે. આ પહેલા તેણે ડેબ્યૂટન્ટ દાનિશ માલેવારને LBW આઉટ કર્યો હતો. કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે ગત મેચની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ મુંબઈ તરફથી દાનિશ માલેવાર અને ક્રિશ ભગત ડેબ્યૂ કરી રહ્યા છે. રોહિત શર્મા આ મેચ પણ રમી રહ્યો નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, અનુજ રાવત, કુલવંત ખજરોલિયા અને માનવ સુથાર. મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દાનિશ માલેવાર, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર. ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાજ અંગદ, અશ્વિની કુમાર, કોર્બિન બૉશ, મયંક રાવત અને રઘુ શર્મા.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: Mamata calls Modi’s ‘jhalmuri stop’ a scripted drama, accuses BJP of manipulating voter rolls
    Next Article
    ટ્રમ્પ બોલ્યા- આજે ઈરાન સાથે પાકિસ્તાનમાં ડીલ સાઈન થશે:થોડી કલાકોમાં ઉપરાષ્ટ્રપતિ વેન્સ ઈસ્લામાબાદ પહોંચશે; PAK ગૃહમંત્રીએ ઈરાની રાજદૂત સાથે મુલાકાત કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment