Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બ્લીન્કીટનું વેચાણ અટકાવાયું:અસ્વચ્છતા, પેસ્ટ કંટ્રોલના અભાવે ફૂડ શાખાએ કાર્યવાહી કરી

    15 hours ago

    જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરુ સેક્શન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થતું ન હતું. સ્ટોરમાં આવેલા કોલ્ડ રૂમમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત, પેસ્ટ કંટ્રોલ (જીવજંતુ નિયંત્રણ) માટે પણ સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી, અને ફૂડ સેફ્ટીના માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. ફૂડ અધિકારી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ગત તારીખ 18 એપ્રિલ 2026 ના રોજ આ પેઢીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ બે દિવસ અગાઉ પેઢીને નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ સુધારો ન થતાં ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેઢીને જરૂરી સુધારા કરવા અને સંબંધિત સર્ટિફિકેટ તથા દસ્તાવેજો કચેરીએ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પેઢી લાયસન્સની તમામ શરતોનું પાલન નહીં કરે અને યોગ્ય સુધારો નહીં લાવે, ત્યાં સુધી વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી:MI તરફથી દાનિશ માલેવાર-ક્રિશ ભગતનું ડેબ્યૂ; નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી જીતી નથી
    Next Article
    Gujarat Rain Forecast LIVE | ગુજરાતમાં ત્રાટકશે મજબૂત માવઠાની સિસ્ટમ, ક્યાં ખતરો? | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment