Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનની પચપદરા રિફાઇનરીમાં આગ:કર્મચારીઓને બહાર કાઢ્યા, આવતીકાલે પીએમ મોદી ઉદ્દઘાટન કરવાના હતા

    18 hours ago

    બાલોતરાની પચપદરા રિફાઇનરીમાં ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં આગ લાગી. સોમવારે બપોરે 2 વાગ્યે રિફાઇનરીના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU)માં આગ લાગી. ધુમાડાના ગોટેગોટા ઉઠતા કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ કરી દીધી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી. આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવાયો છે. કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પાઇપલાઇનથી આવતું ક્રૂડ ઓઇલ આ જ યુનિટમાં આવે છે. આ યુનિટમાં ક્રૂડ ઓઇલ રિફાઇન થઈને અલગ-અલગ યુનિટમાં મોકલવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા પછી જ નુકસાન અને તેના કારણોનું આકલન કરી શકાશે. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચપદરા રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા. રિફાઇનરીના જે ભાગમાં આગ લાગી છે, તે સ્થળ સભા સ્થળથી 800 મીટર જ દૂર છે. આ સભા સ્થળમાં આવતીકાલે પીએમ મોદી સંબોધન કરવાના હતા. હવે મોદીનો કાર્યક્રમ યથાવત રહે છે કે ફેરફાર થાય છે તે જાહેર થશે. પહેલાં જુઓ, રિફાઇનરીમાં આગ સંબંધિત PHOTOS… રિફાઇનરીમાં આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા.. અશોક ગેહલોતો ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે X પર લખ્યું: બાલોત્રાના પચપદરામાં રિફાઇનરીમાં લાગેલી આગ વિશે સાંભળીને મને ચિંતા થઈ. આ રિફાઇનરી આપણા બધા રાજસ્થાનીઓ માટે ગર્વનો પ્રોજેક્ટ છે અને આવતીકાલે તેનું ઉદ્ઘાટન થવાનું હતું. આ સમયે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિની સલામતી માટે પ્રાર્થના કરું છું. આગ સભાસ્થળથી 800 મીટર દૂર લાગી પીએમ મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે. આગના અહેવાલો બાદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું, મુખ્યમંત્રી ટૂંક સમયમાં પહોંચશે બાલોત્રા ભાજપ જિલ્લા પ્રમુખ ભરત મોદીએ કહ્યું, "રિફાઇનરીમાં કોઈ પણ બહારના વ્યક્તિને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી." બહારથી જોતાં એવું લાગે છે કે બધું નિયંત્રણમાં છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બધાએ શાંતિ જાળવી રાખવી જોઈએ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તૈયારીઓનું નિરીક્ષણ કરવા ટૂંક સમયમાં પહોંચશે. જુલીએ કહ્યું, "આ સરકારની બેદરકારીનું પરિણામ" વિપક્ષના નેતા ટીકારામ જુલીએ કહ્યું, “આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” બાલોત્રામાં પચપદ્રા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અહીં આવી રહ્યા છે. એક દિવસ પહેલાની આ ઘટના સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સાથે વાત કરી:મુનીરે કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી રહેશે તો વાતચીત મુશ્કેલ, ટ્રમ્પે કહ્યું- આના પર વિચારીશ
    Next Article
    ગુજરાતની વધુ એક લોકગાયિકાના પ્રેમલગ્નનો વિવાદ:કાજલ મહેરિયા અમદાવાદમાં 6-7 મહિનાથી સાથે રહે છે, પરિવારજનોએ અમને કહ્યું-તમારા છોકરાને વાળી લો: અલ્પેશ ઠાકોરનો ભાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment