Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર જી.એચ. સોલંકીએ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:વિવિધ વોર્ડ, સેવાઓ અને યોજનાઓના અમલીકરણનું નિરીક્ષણ કર્યું

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કલેક્ટરે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓ ઉપરાંત, કલેક્ટરે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરાયું હતું. સાથે જ, વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. મુલાકાતના અંતે, કલેક્ટરે હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુકતા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
    Click here to Read More
    Previous Article
    ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સાથે વાત કરી:મુનીરે કહ્યું- હોર્મુઝમાં નારાબંધી રહેશે તો વાતચીત મુશ્કેલ, ટ્રમ્પે કહ્યું- આના પર વિચારીશ
    Next Article
    ધંધુકા હત્યા, બોટાદમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:આરોપીઓને ફાંસીની સજા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment