Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી શક્તિ અધિનિયમ બિલ અંગે કોંગ્રેસ આમને સામને:મનીષા વકીલે કહ્યું: ‘ઇન્ડિયા’ ગઠબંધનની નારી વિરોધી માનસિકતાને કારણે બિલ પસાર ન થયું, મુકુલ વાસનિકે કહ્યું: ભાજપ ખોટું બોલે છે. લોકોની આંખમાં ધૂળ નાંખે છે

    9 hours ago

    નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલની સચ્ચાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઓલ ઇંડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ખાસ હાજર રહ્યા હતા અને મુકુલ વાસનિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. આ પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં અવરોધો ઊભા કરવાનું મોટું પાપ કર્યું છે, જેનાથી દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે. આઝાદીના દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી હંમેશા નકારાત્મક રાજનીતિ જ કરતી આવી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સન્માનજનક યોગદાનનો આ એક શ્રેષ્ઠ અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડીયા’ ગઠબંધને અત્યાર સુધી માત્ર પરિવારવાદને પોષવાનું કામ કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે રિફોર્મ્સ થઈ રહ્યા છે, તે કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સહન કરી શકતા નથી. તેમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જશે, તો સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. મહિલાઓના હિતોની અવગણના કરવી એ કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સુવિધાઓ અને સ્વતંત્રતાથી પણ વંચિત રાખવામાં આવી હતી. ‘લટકાવવા, ભટકાવવા અને અટકાવવા’નું કોંગ્રેસનું વલણ દેશ માટે ખૂબ નુકસાનકારક રહ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર મહિલા બિલ જ નહીં, પરંતુ 'વન નેશન વન ઇલેક્શન', SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો કાયદો (CAA), જનધન યોજના, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક લોકહિતના સુધારાઓનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, મેં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ ચોક્કસ સાંભળ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે, ત્યારે તે ખરેખર રાષ્ટ્રહિતનો સંદેશ હોવો જોઈએ. પરંતુ અહીં એવું જોવા મળ્યું નથી. તેઓ પ્રધાનમંત્રી તરીકે બોલી રહ્યા હતા, પણ તેમનું વક્તવ્ય એક ભાજપના નેતા જેવું વધુ લાગતું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના 29 મિનિટના ભાષણમાં 58 વાર 'કોંગ્રેસ'નું નામ લેવામાં આવ્યું. તેમણે સતત કોંગ્રેસ અને વિપક્ષ પર આરોપો લગાવ્યા. આ મહિલા અનામત માટેનું સંશોધન નહોતું, પણ જનતાને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ હતો. બિલ તો 22 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં સર્વસંમતિથી પસાર થઈ ગયું છે, એટલે હવે 'મહિલા અનામત' એ વિષય જ રહ્યો નથી. જો હવે પ્રધાનમંત્રી કે ભાજપના નેતાઓ આ મુદ્દે બોલે છે, તો તે ખોટું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીની દાનત આ સંશોધનને ખરેખર મંજૂર કરવાની નહોતી. તમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી નથી, તો શું તમે વિપક્ષ સાથે વાત કરી? વિપક્ષે તો સર્વદલીય બેઠકની માંગ કરી હતી, સંસદીય સમિતિને બિલ મોકલવા કહ્યું હતું, પણ તમે કશું જ ન કર્યું. કોઈ ચર્ચા વગર, સીમાંકનના મુદ્દે ગૂંચવીને છેલ્લી ઘડીએ આ બિલ લાવવામાં આવ્યું. તેઓએ કહ્યું કે, મોદીજીએ વિચાર્યું હશે કે જો બિલ પાસ થશે તો તેઓ મહિલાઓના 'મસીહા' બનશે, અને જો નહીં થાય તો વિપક્ષ પર દોષ ઢોળશે. પણ હવે દેશની જનતા સમજી ગઈ છે. 12 વર્ષથી લોકો તેમને જોઈ રહ્યા છે. તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ છે. હવે લોકો તેમની આવી વાતોમાં આવવાના નથી.
    Click here to Read More
    Previous Article
    JEE Mains Session 2 Result 2026, jeemain.nta.nic.in LIVE Updates: How will marks be alloted to dropped questions?
    Next Article
    Stock Market Highlights, Sensex Today: Sensex, Nifty Close On A Muted Note Amid Uncertainty Over US-Iran Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment