Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં હિટવેવનો ખતરો:જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં 'હીટ વોર્ડ' શરૂ કરાયા, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

    12 hours ago

    ગુજરાતમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હિટવેવની આગાહી વચ્ચે રાજ્યનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘વોર રૂમ’ જેવી તૈયારી કરવામાં આવી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં ખાસ ‘હીટ વોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવી બેડની વ્યવસ્થા કરાઈ હીટ સ્ટ્રોકના ગંભીર કેસોને પહોંચી વળવા માટે દરેક CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)માં 2 બેડ અને જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અનામત રાખવામાં આવ્યા છે. આ બેડોમાં પૂરતી કુલિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી દર્દીઓને તાત્કાલિક રાહત મળી રહે. સાથે સાથે હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ORS કોર્નર ઉભા કરવામાં આવ્યા ગરમીથી ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થવાની શક્યતા વચ્ચે હોસ્પિટલમાં ORS કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને મફત ORS આપવામાં આવશે. SNCU અને ICU જેવા સંવેદનશીલ વિભાગોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી નવજાત શિશુઓ અને ગંભીર દર્દીઓ પર ગરમીની અસર ઓછા થાય. આ સાથે જ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે અને ફાયર સેફ્ટી અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ ગરમી દરમિયાન સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની આતંકવાદીએ જયપુરમાં નિકાહ કર્યા!:ખોટા કાગળીયા કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો, 2012માં જમ્મુમાં ઘુસ્યો, 2024માં વિદેશ ભાગી ગયો ને હવે ખબર પડી; એજન્સીઓમાં ખળભળાટ
    Next Article
    વાપી મનપા ચૂંટણીમાં 1.13 લાખ મતદારો માટે 123 મથકો સજ્જ:હીટવેવની આગાહી વચ્ચે વહેલી સવારે મતદાન કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment