Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ:ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, પરિવર્તનનો દાવો

    2 days ago

    ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રચાર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. શેખે આરોપ લગાવ્યો કે હારના ડરથી ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને શાસક પક્ષ લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. શેખે આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ પક્ષો મતવિસ્તારમાં મત વિભાજન કરીને ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી રહ્યા છે. આ સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, યુસુફ મલેક સહિતના અગ્રણી નેતાઓ અને ઉમેદવારો હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો લોકોનો મિજાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર રાત્રે પથ્થરમારો:એક કાર્યકર ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ, મહેસાણાના મગુના પાસેની ઘટના
    Next Article
    ગોધરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 3 ઝડપાયા:SOG ટીમે 8 સિલિન્ડર, 2 રીક્ષા સહિત 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment