Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાપારાઝીએ 'મમ્મા' કહીને બોલાવતા શ્રુતિ હાસન ભડકી:એક્ટ્રેસે કહ્યું- 'તમારી મમ્મા છે? શું બકવાસ કરો છો'; મુંબઈની રેસ્ટોરન્ટ બહાર વિવાદ

    2 days ago

    એક્ટ્રેસ અને સિંગર શ્રુતિ હાસન તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી પર ખરાબ રીતે ભડકી ગઈ હતી. આ ઘટના એક રેસ્ટોરન્ટની બહાર બની હતી, જ્યાં શ્રુતિ ડિનર માટે પહોંચી હતી. એક વ્યક્તિએ તેને 'મમ્મા' કહીને બોલાવી, આ સાંભળતા જ શ્રુતિનો પારો ચડી ગયો અને તેણે તરત જ ત્યાં પોતાનો ગુસ્સો ઠાલવી દીધો. શ્રુતિ બોલી - 'શું બકવાસ રહ્યા છો તમે' ઘટનાના વીડિયોમાં શ્રુતિ હાસન જ્યારે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને પોતાની કાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેને કવર કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને 'મમ્મા' કહ્યું. શ્રુતિ આ વાત પર ગુસ્સે થઈ ગઈ. વીડિયોમાં શ્રુતિ ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. તેણે તરત જ પાપારાઝી તરફ ફરીને પૂછ્યું, 'કોણ છે મમ્મા? તમારી મમ્મા છે? શું બકવાસ રહ્યા છો તમે?' આ પછી એક્ટ્રેસે પોતાની કાર ચેક કરી અને પોઝ આપ્યા વિના તરત જ ત્યાંથી નીકળી ગઈ. દુલકર સલમાન અને પ્રભાસ સાથે જોવા મળશે વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રુતિ હાસન આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. તે ફિલ્મ 'આકાશમલો ઓકા તારા' (Aakasamlo Oka Tara)માં દુલકર સલમાન સાથે જોવા મળશે. આ ઉપરાંત, 'સલાર પાર્ટ 2'ની સૌથી વધુ ચર્ચા છે, જેમાં તે સાઉથ સ્ટાર્સ પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે ફરીથી સ્ક્રીન શેર કરશે. શ્રુતિ OTT પર પણ ડેબ્યૂ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં અનન્યા પાંડેની વેબ સિરીઝ 'કોલ મી બે'ની બીજી સીઝનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    PM Modi Jhalmuri Viral Video: झालमुड़ी वाले दुकानदार Deepak ने क्या-क्या बताया PM Jhargram Rally
    Next Article
    ખરાબ હવામાનને કારણે હૈદરાબાદ-હુબલી ફ્લાઇટ બેંગલુરુ ડાયવર્ટ:વિમાન ત્રણ કલાક સુધી હવામાં રહ્યું, કોઈ રડ્યું, કોઈએ ચીસો પાડી...બાદમાં હુબલી પહોંચ્યું; બધા 22 મુસાફરો સુરક્ષિત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment