Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળી:સર્વ સમાજના લોકો જોડાયા, ધામધૂમથી ઉજવણી

    2 days ago

    બોટાદ શહેરમાં 19 એપ્રિલ, 2026 ના રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બોટાદ જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી મહાકાળીધામ બોટાદ દ્વારા યોજવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી ભાવેશબાપુ શુકલનો પણ આ આયોજનમાં સહયોગ રહ્યો હતો. આ શોભાયાત્રા શ્રી મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક, એસ.ટી. ડેપો અને પંજવાણી વેબ્રિજ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શોભાયાત્રાનું સમાપન વર્લ્ડ મલ્ટીપ્લેક્સ સામે આવેલા શ્રી મહાકાળી ધામ ખાતે થયું હતું. રેલી પૂર્ણ થયા બાદ શ્રી મહાકાળી ધામ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોડાસા સાકરિયા હનુમાન મંદિરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ:22 થી 24 એપ્રિલના ત્રિદિવસીય મહોત્સવની માહિતી અપાઈ
    Next Article
    Pati Patni Aur Woh Do teaser: Ayushmann Khurrana enters ‘pativerse’, caught between three women

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment