Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવાઈ:બ્રહ્મ સમાજે શોભાયાત્રા યોજી, બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ કરાયો

    2 days ago

    વેરાવળમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની જન્મજયંતી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ સાથે સમાપ્ત થઈ હતી. સવારથી જ વેરાવળના વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ બ્રહ્મ સમાજના યુવા સુજલ પાઠકની આગેવાની હેઠળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વેરાવળના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં બહેનો, દીકરીઓ અને બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે બહેનો દ્વારા રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ બ્રહ્મ સમાજના સુજલભાઈ પાઠક, કપિલ મહેતા, મિલનભાઈ જોશી, ધર્મેશભાઈ જોશી, દેવેન્દ્રભાઈ ઓઝા સહિતના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. વેરાવળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આ શોભાયાત્રા બજરંગ મંદિરથી શરૂ થઈ, રેયોન ફેક્ટરી પાસેથી પસાર થઈ અને બિલેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. બિલેશ્વર મંદિરે પહોંચ્યા બાદ સમસ્ત બ્રહ્મ સમાજે પરિવાર સાથે ઉપસ્થિત રહી જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણીમાં યુવા વર્ગ સહિત તમામ આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પ્રજાપતિ સાહેબ સહિતના પોલીસ વિભાગના સ્ટાફે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ બદલ સમસ્ત બ્રહ્મ સમાજે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દામનગરમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ:ઉનાળામાં દૈનિક 500 પરિવારોના 2000 લોકોને મળે છે લાભ
    Next Article
    "Only One Chance In This Lifetime": Artemis II Astronaut Captures Stunning Video Of 'Earthset' On iPhone

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment