Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રધ્ધાળુઓએ ઠેર-ઠેર ફેંક્યો‎ કચરો:નર્મદાની પંચકોશી પરિક્રમાનું સમાપન‎પણ આસપાસના ગામડાઓમાં ગંદકી‎

    4 days ago

    નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું સમાપન થયું છે પણ શ્રધ્ધાળુઓએ ફેકેલા કચરાના કારણે 21 કિમીના રૂટ પર ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. વહેલી તકે સફાઇ કરી ગામડાઓને ફરીથી સ્વચ્છ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી છે. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થઇ ચૂકી છે. એક મહિનામાં 9 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓએ 21 કિમીની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી છે. રામપુરાથી શરૂ કરી માંગરોળ, ગુવાર, શહેરાવ થઇ નદી પાર કરી તિલકવાડા રેંગણ ઘાટ આમ 21 કિમિની યાત્રામાં 5 થી 6 ગામો આવે છે. પરિક્રમાની પહેલા તડામાર તૈયારીઓમાં તંત્ર કામે લાગી ગયું હતું અને સરકારે પણ 20 કરોડ રૂપિયા પરિક્રમા માટે ફાળવ્યા હતા. અમદાવાદ અને વડોદરાની એજન્સીઓને કામો સોંપાયા હતા. સુવિધા સજ્જ માર્ગ અને પરિક્રમા માં પ્રવાસીઓને કોઈ તકલીફ પડી ન હતી. ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ સૌથી વધારે લોકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે આવ્યાં હતાં. પરિક્રમા પૂર્ણ થયા બાદ આ રૂટ પર આવેલાં 6 ગામડાઓમાં ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. નદીકિનારે અને ગામડાઓ માં ઠેર ઠેર પ્લાસ્ટિક અને કચરો ફેંકીને શ્રધ્ધાળુઓ તો જતાં રહયાં છે પણ આ ગામડાઓમાં રહેતાં લોકો હાલાકી ભોગવી રહયાં છે. નદી કિનારે તથા 6 ગામોમાં વિશેષ અભિયાન ચલાવીને સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહયાં છે. જિલ્લા કલેકટર મિટિંગ બોલાવી ને સફાઈ અને જરૂરી સૂચનાઓ આપે તેવી સ્થાનિકોની માગણી છે. તંત્રએ આખો મહિનો ઉત્સાહથી કામો તો કર્યા પરંતુ સફાઈ કરાવવાનું ભૂલી ગયા છે. પરિક્રમા કરવા માટે આવેલાં 9 લાખ લોકો તથા સ્થાનિક લારીગલ્લા ધારકોએ તેમનો કચરો નદી કિનારે અથવા ગામડાઓની આસપાસ નાખી દીધો છે ત્યારે વહેલી તકે સફાઇ કરાવવી જરૂરી બની છે. સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી ને સફાઈ કરી શકે અથવા ગ્રામ પંચાયતો પણ સફાઈ ઝુંબેશ કરી શકે અને જેતે વિસ્તામાં ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો પણ સફાઈ કરી શકે તો સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસશે.
    Click here to Read More
    Previous Article
    અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી!:મતદાનના દિવસે ગરમીનો પારો 41થી 42°C રહી શકે, સવારના વધુમાં વધુ મતદાન કરાવવાની તૈયારી
    Next Article
    PMMVY યોજનાના નામે ઠગાઈ:લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં 5 મહિલાઓ સાઇબર ઠગનો શિકાર બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment