Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કાયદો-વ્યવસ્થા જાળવવા ફ્લેગમાર્ચ યોજાઈ

    3 days ago

    ગોધરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસે ફ્લેગમાર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવો હતો. આ ફ્લેગમાર્ચ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે યોજવામાં આવી હતી. તેમાં પોલીસના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા, જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન, ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ હતો. આ સંયુક્ત ફ્લેગમાર્ચ દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે PBKS vs LSG:પ્રભસિમરન સિંહ ઝીરો પર આઉટ, શમીએ પહેલી ઓવરમાં કેચ આઉટ કરાવ્યો
    Next Article
    Thousands Greet Amit Shah At Big Chennai Rally For Tamilisai Soundararajan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment