Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિનેમામાં નવો વળાંક:પહેલીવાર જોવા મળશે 'ક્રિએચર કોમેડી' તો બીજી બાજુ રથયાત્રાના દિવસે મલ્ટી-સ્ટારર 'ડમરુ' ખોલશે કેટલાય રાઝ

    4 days ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે તેના સુવર્ણકાળ તરફ આગળ વધી રહી છે. દર્શકોને કંઈક નવું પીરસવા માટે મેકર્સ હવે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. તાજેતરમાં જ બે મોટી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક તરફ 'ડમરુ' સાથે હાસ્યની રથયાત્રા નીકળશે, તો બીજી તરફ ગુજરાતી સિનેમાની પ્રથમ 'ક્રિએચર કોમેડી' ફિલ્મ 'એ... આ’યું!!!' દર્શકોને રોમાંચિત કરવા આવી રહી છે. 1. એ... આ’યું!!!: ગુજરાતી સિનેમાની પ્રથમ ક્રિએચર કોમેડી ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી આપણે પારિવારિક ડ્રામા અને કોમેડી ફિલ્મો જોઈ છે, પરંતુ હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ અને સ્કાયનાઉ ફિલ્મ્સ કંઈક હટકે લઈને આવી રહ્યા છે. ગુજરાતની સૌપ્રથમ 'ક્રિએચર કોમેડી' ફિલ્મ “એ... આ’યું!!!”ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં માત્ર કોમેડી જ નહીં, પણ એક્શન, રોમાન્સ, થ્રિલ અને ભરપૂર ઈમોશન્સનો તડકો જોવા મળશે. ગુજરાતી પડદા પર 'ક્રિએચર' આધારિત કોમેડી જોવી એ દર્શકો માટે એક નવો અનુભવ હશે. ફિલ્મનું પહેલું એનાઉન્સમેન્ટ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મ આ વર્ષે નવેમ્બર મહિનામાં મોટા પડદે રિલીઝ થશે. 2. ડમરુ: આ વખતે ડમરુ વાગશે નહીં, પણ રાઝ ખોલશે! હાર્દિક પરીખ દ્વારા નિર્દશિત ફિલ્મ “ડમરુ”ની જાહેરાત થતા જ સિનેપ્રેમીઓમાં ઉત્તેજના જોવા મળી રહી છે. સામાન્ય રીતે ડમરુ વાગે ત્યારે લોકો ડોલતા હોય છે, પણ આ ફિલ્મમાં ડમરુ બોલશે અને અનેક રહસ્યો ખોલશે. આ ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ કલાકારો જેવા કે સંજય ગોરાડિયા, હેમાંગ દવે, ભાર્ગવ ઠક્કર, નિરવ વૈદ્ય અને મૌલિક ચૌહાણ જેવા કલાકારોની લાંબી ફોજ છે. આ હાસ્યયાત્રા આગામી 16 જુલાઈ 2026ના રોજ રથયાત્રાના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ 'ગુજોત્સવ' અને 'વ્રજ ફિલ્મ્સ' દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ ગુજરાતી ફિલ્મો હવે ટેક્નિકલ રીતે પણ મજબૂત બની રહી છે. એકબાજુ 'ડમરુ' માં કોમેડીનો ફૂલ ડોઝ છે, તો બીજી બાજુ 'એ... આ’યું!!!' દ્વારા મેકર્સ એક સાહસિક પ્રયોગ કરી રહ્યા છે. આ બંને ફિલ્મો ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાને કોલકાતાને 156 રનનો ટાર્ગેટ આપ્યો:વરુણ-કાર્તિકને 3-3 વિકેટ, RR માટે વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 46 રન બનાવ્યા
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઉધના રેલવે સ્ટેશને મુસાફરો રઝળ્યા, બેકાબૂ બનતા પોલીસની દંડાવાળી, AAPને દિલ્હીથી ફંડિંગ ને હવાલાનો ખેલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment