Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો! પોસ્ટર બાદ હવે પેમ્ફલેટનો વરસાદ કરી વિરોધ:ભાજપ ઉમેદવાર નીતિન દોંગાના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટ, માસ્કમેન હોવાની આશંકા

    12 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે વડોદરા મનપાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એક વાર માસ્કમેને ભાજપના ઉમેદવાર ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. એટલે કે કેટલીક સોસાયટીમાં ભાજપના ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટનો વરસાદ કર્યો હતો. ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટ વડોદરામાં અગાઉ પોસ્ટરો અને બેનરો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ હવે પેમ્ફલેટ અને ડિજિટલ માધ્યમો દ્વારા થતા આ વિરોધે સત્તાધારી પક્ષની ચિંતા વધારી દીધી છે. વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ, સ્વામિનારાયણ ટેમ્પલ પાસેની અભિષેક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે પેમ્ફલેટનો વરસાદ કરવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાળાના ફોટા પર ચોકડીનું નિશાન મારીને આક્રોશ વ્યક્ત કર્યો છે. પેમ્ફલેટ માસ્કમેનના ઈન્સ્ટા આઈડીનો ક્યૂઆર કોડ ઉલ્લેખનીય છે કે વોર્ડ 10ના ઉમેદવાર નીતિન દોંગાએ બે દિવસ પહેલા 'માસ્ક મેન' નામના વ્યક્તિને ફોન કરી ધમકી આપી હોવાની કથિત ઓડિયો વાયરલ થઈ હતી. ત્યારે આ પેમ્ફલેટ દ્વારા વિરોધ કરનાર માસ્ક મેન હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે પોસ્ટર પાછળ માસ્કમેનનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ક્યૂઆર કોડ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં સતાધારી પાર્ટીના વિરોધના વંટોળ વચ્ચે શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    70 કલાકની નોન-સ્ટોપ ગેમિંગ:જર્મનીમાં કેક્ટસ-2026: બે હજાર ગેમર્સનું કમ્પ્યુટર સામે જ ખાવું-સૂવું
    Next Article
    How Rs 460 Bluetooth Tracker In Postcard Revealed Location Of A Dutch Warship

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment