Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નમાં ગેસની તંગી:બાટલા માટે કેટરર્સને ફાંફા પડ્યા, મેનૂમાં કાપ મૂકવાની નોબત

    12 hours ago

    મોંઘા લાકડા અને ગેસની ખેંચતાણ વચ્ચે કેટરર્સ અને મધ્યમવર્ગીય પરિવારો પીસાઈ રહ્યા છે. જો ગેસના ભાવમાં ઘટાડો નહીં થાય તો આગામી દિવસોમાં લગ્નનું મેનૂ પણ ટૂંકું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોંઘા ગેસ અને લાકડાને કારણે એક સરેરાશ લગ્નના બજેટમાં રસોઈ પાછળ 25,000 થી 40,000નો વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી સ્થિતિની સીધી અસર હવે લગ્નપ્રસંગોના રસોડા સુધી પહોંચી છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસ ન મળતાં કેટરર્સ લાકડા તરફ વળ્યા છે. ગ્રાહક પાસે વધારાના પૈસા માંગવા પડે છે‎ જીતુભાઈ : 1500 માણસની રસોઈ માટે 15 બાટલા જોઈએ. પણ‎એજન્સી માત્ર 5 જ આપે છે. હવે બાકીની રસોઈ લાકડા પર જ કરવી‎પડે અથવા બ્લેકમાં સિલિન્ડર લેવા પડે. લાકડાના ભાવ પણ ડબલ થઈ‎ગયા છે. અમારે ગ્રાહક પાસે વધારાના પૈસા માંગવા પડે છે.‎ મેનૂમાં તળેલી વસ્તુઓ ઓછી રાખવાની સલાહ‎ મદનભાઈ મારવાડી : પરિસ્થિતિ એટલી ખરાબ છે કે યજમાનને કહેવું‎પડે છે કે તમે પાંચ ઘરવપરાશના બાટલા સેટ કરી આપો તો જ મેનૂ‎સચવાશે. તળેલી વસ્તુઓ ઓછી રાખવાની સલાહ આપીએ છીએ.‎ ડીશના ભાવામાં રૂ. 50 સુધી વધાર્યા‎ પંકજભાઈ રસોયા : ડીશના ભાવ અલગ અલગ રહે છે હાલમાં ગેસ‎સિલિન્ડરની શોર્ટેજ હોવાથી 14 કિલો ગેસ સિલિન્ડરનો ભાવ 1000‎અને 20 કિલો ગેસ સિલિન્ડરનો ભાવ 3500 થી વધુ ચૂકવવો પડતો‎હોઈ ડીશના ભાવમાં રૂ. 20 થી 50 સુધીનો વધારો કર્યો છે.‎ તળેલી આઈટમો ઓછી કરવા સમજાવીએ‎ વિરેન્દ્રસિંહ : ઓર્ડરમાં થોડી માથાકૂટ થઈ રહી છે. ગેસ સિલિન્ડરના‎ભાવ દોઢાથી વધુ થઈ ગયા છે. ગેસના 20 કિલોના સિલિન્ડરના 3500‎થી વધુ ચૂકવવા પડે છે. એટલું જ નહિ સમયસર મળતા પણ નથી. શક્ય‎હોય તો તળેલી આઈટમો ઓછી કરવા સમજાવીએ છીએ.‎
    Click here to Read More
    Previous Article
    વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરને કડવો અનુભવ:અનલિમિટેડ માર્ગેરીટા પિત્ઝામાંથી નીકળ્યો વાળ; યોગ્ય જવાબ ન મળતા AMCમાં કરી ફરિયાદ
    Next Article
    Mastermind Behind Noida Workers' Protest Arrested From Tamil Nadu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment