Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહદારીઓ પરેશાન:હિંમતનગરમાં મદ્રેસા-આંબાવાડી રોડ નવીનીકરણ માટે ખોદતાં ટાવર રોડ ઉપર દિવસભર ટ્રાફિકજામ

    12 hours ago

    હિંમતનગર શહેરમાં મદ્રેસા હાઈસ્કૂલથી અંડરબ્રિજ તરફ જતાં માર્ગના નવીનીકરણ માટે ખોદકામ કરી દેવાયા બાદ શહેરના પૂર્વ વિસ્તારનો બધો ટ્રાફિક એક માત્ર ટાવર રોડ પર ડાયવર્ટ થઈ જતાં ટાવર સર્કલથી પાલિકા સુધીના રોડ પર દિવસ દરમિયાન ભારે ટ્રાફિકજામ થતાં 42 ડિગ્રી તાપમાનમાં ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ પરસેવે રેબઝેબ થઈ જતાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં ત્રણ મુખ્ય માર્ગ છે તે પૈકી દુર્ગા ફાટક પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી તે રસ્તો લાંબા સમયથી બંધ છે. દસેક દિવસથી મદ્રેસાથી આંબાવાડી અંડરબ્રિજ થઈ મહાવીરનગર જતાં રસ્તાનું નવીનીકરણ કરવા ખોદી નાખવામાં આવ્યો છે અને તેમાં કપચાનું પુરાણ થઈ રહ્યું હોવાથી વાહનોની અવરજવર સરળ નથી. જેથી શહેરના પૂર્વ વિસ્તારમાંથીનોકરી ધંધાર્થે કે અન્ય કોઈ કામથી મહેતાપુરા કે કલેકટર કચેરી, મામલતદાર કચેરી, કોર્ટ, જીઈબી, બજારમાં ખરીદી કે ઈડર-વિજાપુર તરફ જવું હોય તો એક માત્ર ટાવર સર્કલથી પાલિકા-પોલીસ સ્ટેશન જતો રસ્તો બાકી રહ્યો છે. બે રસ્તા બંધ થઈ જતાં એક માત્ર ટાવર રોડ પર દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે જ્યાં ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા કરાઇ નથી. હાલમાં 42 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પહોંચી ગયો છે. ટાવરથી નાગરિક બેંક સુધી લોકો આડેધડ બંને બાજુ વાહનો પાર્ક કરતાં હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે અને આ રોડ પર ટ્રાફિક બેવડાઈ ગયો છે જેને કારણે નિયમિત અંતરાલે દિવસ દરમિયાન વાહનો થંભી જાય છે જેમાં લોકો પરસેવે રેબઝેબ થવા સહિત ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ કે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવા કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    PSIની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા:અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 હજારથી વધુ ઉમેદવારો, ઉમેદવારે કહ્યું, પરિણામ વહેલું જાહેર થાય તો ઘણો ફાયદો થઈ શકે
    Next Article
    Kavya Maran Can't Keep Calm As SRH Beat CSK In IPL Thriller - Video Is Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment