Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષયતૃતીયાએ શુક્રના ગોચરથી રચાયો 'માલવ્ય રાજયોગ':કર્ક, કન્યા સહિત છ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે; જાણો સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત

    13 hours ago

    જ્યોતિષશાસ્ત્રમાં અક્ષયતૃતીયાના પર્વનું વિશેષ મહત્વ છે, પરંતુ આ વર્ષે 19 એપ્રિલના રોજ આવતી અક્ષયતૃતીયા અત્યંત ખાસ બની રહેશે. આ દિવસે શુક્રએ પોતાની જ રાશિમાં ગોચર કરીને ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ કર્યું છે. પંચ મહાપુરુષ યોગોમાંનો એક એવો આ યોગ વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સંપત્તિ અને પ્રેમમાં વૃદ્ધિ લાવે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્વરાશિમાં આવે છે, ત્યારે તેની શક્તિ બમણી થઈ જાય છે. શુક્રના આ પ્રભાવથી કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. અક્ષયતૃતીયાની પૂજા વિધિઃ અક્ષયતૃતીયા શુક્રનું ગોચર કઈ રાશિને ફળશે? શુક્ર તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે આ રાજયોગની સૌથી વધુ અસર તમારા પર જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જે લોકોમાં તમારી છબી સુધારશે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં વિસ્તરણના યોગ છે. કર્ક રાશિના જાતકો માટે આ સમય પરિવર્તનકારી સાબિત થશે. ઓફિસમાં સિનિયર્સ સાથેના સંબંધો સુધરશે, જેનો સીધો ફાયદો તમારા પ્રોગ્રેસમાં થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કન્યા રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખૂલતા જણાશે. જો તમે વિદેશ જવા ઈચ્છો છો અથવા વિદેશી કંપની સાથે કામ કરો છો, તો મોટી તક મળી શકે છે. પરિવારમાં કોઈ સારા સમાચાર આવવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. શુક્રના પ્રભાવથી તમારા અંગત જીવનમાં ખુશીઓ આવશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. બિઝનેસમાં મોટું રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. મકર રાશિના જાતકો પોતાની બુદ્ધિ અને કુશળતાથી પડકારોને તકમાં બદલી શકશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારું સન્માન વધશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના સંકેત છે. કુંભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર વરદાન સમાન સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે, જેનાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે.
    Click here to Read More
    Previous Article
    Happy Akshaya Tritiya 2026: Wishes, Images, Quotes Messages, Photos, Status, Picture & Greetings to Share with Loved Ones
    Next Article
    ઈરાને કહ્યું- અમેરિકા પર ભરોસો નથી, હાલત બગડી શકે છે:હોર્મુઝમાંથી અમારા જહાજો નહીં નીકળે તો કોઈના પણ નહીં નીકળવા દઈએ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment