Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:શિક્ષિકાના સોશિયલ મીડિયા પર ‘માય વેલેન્ટાઇન્સ’ લખી યુવકની હેરાનગતિ

    11 hours ago

    ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી મહિલાને 4 વર્ષથી ઓનલાઇન માધ્યમથી પરેશાન કરી ધમકી આપનાર તરસાલીના યુવક વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવક શિક્ષિકાની સોશિયલ મીડિયા સ્ટોરી પર ‘માય વેલેન્ટાઈન્સ’ કોમેન્ટ કરવા સાથે મહિલાના ઘર પાસે બેસી રહી વાત કરવા ધમકી આપતો હતો. નવાપુરા પોલીસના જણાવ્યા અનુસાર 2022માં હિરેન રાજપૂત (દર્શનમ સોસાયટી, તરસાલી) નામના શખ્સે અલગ-અલગ આઈડી બનાવીને શિક્ષિકાને મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. શિક્ષિકાએ વારંવાર તેને બ્લોક કરવા છતાં આ શખ્સ નવાં એકાઉન્ટ બનાવી સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. ફેબ્રુઆરી-2026માં આરોપીએ શિક્ષિકાની પોસ્ટ પર ‘માય વેલેન્ટાઈન’ ટિપ્પણી કરી હતી, જેનાથી તેઓ ભયભીત થઈ ગયાં હતાં. આરોપી માત્ર ઓનલાઇન જ નહીં, પરંતુ શિક્ષિકાના ઘરની આસપાસ પણ દેખા દેતો હતો. તે ત્યાં બેસી રહીને શિક્ષિકા સાથે વાત કરવા માટે દબાણ કરતો અને ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઊભું કરતો હતો. આખરે શિક્ષિકાએ તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચીને આ અંગે જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:ખિસકોલી સર્કલ પાસે મોપેડની ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું મોત
    Next Article
    કાર્યવાહી:ડભોઈમાં ભાજપ-કોંગ્રેસના ટેકેદારો વચ્ચે મારામારીની તપાસ ડીવાયએસપી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment