Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:‘અયોધ્યામાં ખોદકામની જરૂર હતી,પણ જ્ઞાનવાપી, કાશી, મથુરા હિન્દુઓનાં હતાં, કોઇએ વિરોધ ન કરવો જોઇએ’

    15 hours ago

    અયોધ્યામાં મંદિર હિન્દુ હતું કે નહીં તે માટે પુરાતત્ત્વ દૃષ્ટિએ ખોદકામ કરવાની જરૂર હતી, પણ જ્ઞાનવાપી, કાશી, મથુરા હિન્દુ મંદિરો જ હતાં. આ બાબતે કોઇએ (મુસ્લિમોએ) વિરોધ કરવો જોઇએ નહીં, એમ દેશના ખ્યાતનામ આર્કિયોલોજિસ્ટ પદ્મશ્રી કેકે મહેમૂદે જણાવ્યું હતું. તેઓ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિરાસત વ્યાખ્યાન માટે વડોદરા આવ્યા હતા. ઔરંગઝેબના શાસનકાળમાં સાકી મુસ્તેદે લખેલા પુસ્તક માસિર-એ-આલમગીરીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કેશવદેવ (મથુરા) મંદિર ઔરગંઝેબે જાન્યુઆરી-1670માં અને એપ્રિલ-1669માં કાશી મંદિર તોડવા હુકમ કર્યો હતો. મુસ્લિમોએ એ સમજવાની જરૂર છે કે, તેમને મન મક્કા-મદિના છે, હિન્દુઓ માટે અયોધ્યા, વારાણસી અને મથુરા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દેશ આપ્યા બાદ પણ હિન્દુસ્તાન સેક્યુલર છે, કારણ હિન્દુ બહુમતીમાં છે. માર્ક્સવાદીઓએ ઇતિહાસને કુરૂપ કર્યો છે, તેને સુધારની દિશા અપાય તે આવકાર્ય, પણ હવે જે થઇ રહ્યો છે તે નર્યો અતિરેક છે, જે ન થવો જોઇએ. મેં જે અયોધ્યા, કાશી માટે કહ્યું પણ દરેક જગ્યાએ એવો દાવો ન કરવાનું ટાળવું જોઇએ. તેમણે મધ્યપ્રદેશના મુરૈનામાં ચંબલના ડાકુઓની સાથે કામ કરતા જઇને કેવી રીતે બટેશ્વર મંદિરોનું પુરાતત્ત્વકાર્ય કર્યું તેની વિસ્તૃત વિગત સયાજી નગરગૃહમાં આયોજિત વ્યાખ્યાનમાં આપી હતી. તાજમહેલ મંદિરનો દાવો ખોટો, ત્યાં જયસિંહનો મહેલ હતો પદ્મશ્રી કેકે મહેમૂદે કહ્યું કે, તાજમહેલમાં મિનાર, ગુંબજ, કમાન ઇસ્લામિક સ્થાપત્યનાં લક્ષણ છે. પ્રાચીન એકેય હિન્દુ મંદિરમાં તે જોવા મળતાં નથી. તાજમહેલના સ્થાને જયસિંહનો મહેલ હતો જે શાહજહાંએ ખરીદ્યો હતો. જેના ફરમાન જયપુર-બિકાનેરમાં છે. ભાજપ સરકાર બની તેનાં 5 વર્ષ સુધી ચીફ આર્કિયોલોજિસ્ટને પુરાતત્ત્વ કામગીરી માટે વર્ષે 25 લાખ અપાતા, જે ઘટાડી 3 લાખ કર્યા છે. પુરાતત્ત્વ વિભાગને સરકારી પ્રોત્સાહનની જરૂર છે. દેશના વારસાના વૈશ્વિક માર્કેટિંગમાં આપણે પાછળ પદ્મશ્રી કે.કે.મહેમૂદે જણાવ્યું કે, મહારાજા અશોક અને ગૌતમ બુદ્ધ ભારતમાં જન્મ્યા હતા, તેની જાણ ભારતને ન હતી. ગૌતમ બુદ્ધની મૂર્તિઓમાં તેમના વાળ વળાંકદાર હતા તેથી સદીઓ સુધી લોકોને માનતા કે તે ઇજિપ્ત કે ઇરાનના હતા. એ વાત દુનિયાને બ્રિટિશ અભ્યાસુઓએ કરી. આજે પણ દેશના વારસાના વૈશ્વિક માર્કેટિંગમાં આપણે પાછળ છીએ.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે 15 સામાન્ય કેટેગરીની બેઠકો પર 9 SC અને 6 OBC ઉમેદવારોને ઉતાર્યા
    Next Article
    કરૂણાંતિકા:ખિસકોલી સર્કલ પાસે મોપેડની ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment