Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ વાર મરતાં-મરતાં બચ્યો છે અક્ષય કુમાર:ખતરનાક સ્ટંટના કિસ્સા સંભળાવ્યા, કહ્યું- ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન મારું અડધું શરીર કપાઈ જાત

    12 hours ago

    બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાની ફિલ્મોમાં ખતરનાક સ્ટંટ જાતે કરવા માટે જાણીતા છે. તાજેતરમાં એક વાતચીતમાં તેણે ત્રણ ઘટનાઓ યાદ કરી, જ્યારે શૂટિંગ દરમિયાન તે મોતની નજીક પહોંચી ગયો હતો. અક્ષયે કહ્યું- તે ત્રણ વખત એવી પરિસ્થિતિઓમાં ફસાયો હતો, જ્યાં તેનો જીવ પણ જઈ શકયો હતો. શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં અક્ષયે જણાવ્યું કે- પહેલી ઘટના ફિલ્મ ‘સૈનિક’ દરમિયાન બની હતી. ‘એકવાર ‘સૈનિક’માં એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ પર જતાં-જતાં હું થાકી ગયો હતો છતાં મેં વિચાર્યું કે હું કરી લઈશ. ત્યારે કંઈ નહોતું, VFX પણ નહોતું, બધું જાતે જ કરવું પડતું હતું.’ આ સ્ટંટ દરમિયાન પરિસ્થિતિ ખતરનાક બની ગઈ હતી, પરંતુ તે બચી ગયો. તેણે ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ દરમિયાન બીજો ખતરનાક અનુભવ જણાવ્યો. અક્ષયે કહ્યું, “એકવાર ‘ઇન્ટરનેશનલ ખિલાડી’માં, બોટના સીનમાં મારું અડધું શરીર કપાઈ જાત. શું થયું કે એક કેટામરન સામેથી આવી રહ્યું હતું અને મારી બોટ તેની વચ્ચેથી પસાર થવાની હતી. હું સાચું કહું એ સ્ટન્ટ વખતે મારું અડધું શરીર કપાઈ જાત.' આ ઘટનાને તેણે પોતાના કરિયરના સૌથી ભયાનક પળોમાંથી એક ગણાવી. ત્રીજી ઘટના ફિલ્મ ‘ખિલાડી 786’ના શૂટિંગ દરમિયાન બની. અક્ષયે જણાવ્યું, ‘પછી એક બીજો કિસ્સો હતો, જ્યારે ‘ખિલાડી 786’માં મેં જમ્પ માર્યો હતો અને મારે હોટ એર બલૂનમાં ડાઇવ કરવાનું હતું. ત્યારે બચી ગયો હતો.’ આ સ્ટંટમાં પણ પરિસ્થિતિ જોખમી હતી, પરંતુ સુરક્ષિત બહાર આવી ગયો. અક્ષય કુમારે કહ્યું કે આવા અકસ્માતોએ શીખવ્યું કે સ્ટંટ કરવા રોમાંચક છે, પરંતુ એક પળની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આમ છતાં, તેઓ આજે પણ મોટાભાગના સ્ટંટ પોતે જ કરવાનું પસંદ કરે છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ બોક્સ ઓફિસ પર દર્શકોને પ્રભાવિત કરી શકી નથી અને નેગેટિવ રિવ્યુઝ સાથે નબળું પ્રદર્શન રહ્યું.
    Click here to Read More
    Previous Article
    બે બોલમાં અચાનત ચેન્નઈ હૈદરાબાદ પર હાવી થયું:SRHએ બે બોલમાં બે વિકેટ ગુમાવી, હેડ પછી કેપ્ટન ઈશાન આઉટ; અભિષેકની 15 બોલમાં ફિફ્ટી
    Next Article
    પશુબલી માગતા પુત્રની હત્યાની તાંત્રિક મહિલા પર આશંકા:ધ્રાંગધ્રામાં ક્રબસ્તાનમાંથી 4 વર્ષીય બાળકની લાશ કઢાઈ, ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખસેડાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment