Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર:વિદેશ સુધી ગુજરાતી કેરીનો સ્વાદ પહોંચશે; સંઘાણીએ કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે

    18 hours ago

    મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જેનાથી ગુજરાતી કેરીનો સ્વાદ હવે સાત સમુંદર પાર વિદેશો સુધી પહોંચશે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. 'કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે' ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપતાં રાજકીય અને કૃષિ ક્ષેત્રે ચર્ચા જગાવી છે. મહિલા અધિનિયમ બિલની નામંજૂરી મુદ્દે તેમણે કહ્યું કે, વિદેશમાં જન્મેલા લોકો દેશની વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકતા નથી અને કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, ભૂતકાળમાં વિપક્ષ કાશ્મીરનો મુદ્દો યુનોમાં લઈ ગયા હતાં. 'અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો' સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંઘાણીએ ગુજરાતની જનતાને એડવાન્સ અભિનંદન પાઠવ્યા અને ભાજપને મળતા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. સંઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ખેડૂતો પર થયેલા અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો છે. કૃષિ અને નિકાસ ક્ષેત્રે ગુજકોમાસોલે મોટું પગલું ભર્યું છે. 'કેરી અને શાકભાજીની નિકાસ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરાશે' દિલીપ સંઘાણીએ કહ્યું, મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ પ્લાન્ટ મારફતે ગુજરાતી કેરી અને શાકભાજીની નિકાસ અમેરિકા અને યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવશે. પ્રોડક્ટની માંગને ધ્યાનમાં રાખીને અગાઉ સર્વે પણ કરવામાં આવ્યો છે. આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆત ગુજકોમાસોલ ખાતે આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. સંઘાણીએ જણાવ્યું કે, ગુજકોમાસોલ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત કાર્યરત છે. સંસ્થા ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદી કરશે, જેથી ગ્રાહકોને સારી ગુણવત્તાની કેરી સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગ તેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક મીડિયા દ્વારા માહિતી તરત જ લોકો સુધી પહોંચે છે અને તેનાથી કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગ મળે છે. ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને લાભ મળે અને ગુજરાતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં ઓળખ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે 5 જિલ્લામાં વરસાદની આગાહી, તાપમાન ઊંચું જ રહેશે:સુરતના તાપમાનમાં 4°Cનો વધારો, સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ; 3 દિવસ ખેડૂતો માટે ભારે
    Next Article
    Iran US War LIVE | Trump નું પરમાણુ પ્રેશર, ઈરાન કરશે સરેન્ડર? | Uranium | Hormuz Strait | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment