Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા સોનલ પટેલના જાહેરમાં વાળ ખેંચ્યા, વીડિયો સામે આવ્યો:અમદાવાદમાં ભાવના ગુપ્તાની હરકતથી હિંમતસિંહ સ્તબ્ધ; સુરતમાં અલ્પેશ કથીરિયા સામે આક્રોશ

    2 days ago

    રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તા શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. 'મેં શહેર કોંગ્રેસ પ્રમુખને વાળ પકડીને લાફો માર્યો':'AMCની ચૂંટણી લડવા સોનલ પટેલે એક લાખ લીધા પણ ટિકિટ ન આપી', રખિયાલ વોર્ડના મહિલા પ્રમુખનો આક્ષેપ સુરતમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો? હવે AI વોટ અપાવશે. કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ તે નક્કી કરશે. આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પ્રવેશ્યો છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ મેદાનમાં રહેલા 25 હજારથી વધુ ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસનું પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે તેમ છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ-કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને ખાસ આ વોર્ડમાં કામે લગાડાઈ છે. સુરતમાં કોંગ્રેસની મિટિંગમાં ભાજપના કાર્યકરોએ હંગામો મચાવી જય શ્રીરામના નારા લગાવ્યા હતા. તો મહેસાણામાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પક્ષમાં આંતરિક જૂથવાદ સામે લાલ આંખ કરતા કહ્યું હતું કે જો પેનલના કોઈ પણ ઉમેદવારની હારનું કારણ પક્ષનો જ કોઈ ઉમેદવાર કે કાર્યકર બનશે, તો ભવિષ્યમાં તેને પક્ષમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    Fatty liver in the 30s: Young executive was fit on the outside but organ was failing within
    Next Article
    અમદાવાદમાં ભાજપનું 13 વોર્ડ પર વધારે ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક-એક બેઠક પાછી મેળવવા CM સહિતના નેતાઓ મેદાને ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment