Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા:પાડોશીએ કહ્યું- ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટ્યો; ફાયર બ્રિગેડના 'લીકેજ' ટેન્કર ને વિલંબને કારણે દંપતીનું મોત

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત (17 એપ્રિલે) મોડી રાત્રે લાગેલી ભયાનક આગમાં એક સુખી સંપન્ન દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં તંત્રની ભારે બેદરકારી અને લીંબડી નગરપાલિકાની ફાયર સેવાની પોલ ખુલી ગઈ છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, જો ફાયરની ટીમ સમયસર પહોંચી હોત તો દંપતીનો જીવ બચાવી શકાયો હોત. શું હતી ઘટના? લીંબડીની વોરા સોસાયટીમાં મોડી રાત્રે રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો, જેની બેટરી ફાટવાથી આગ લાગી હતી. સૌપ્રથમ સોફામાં આગ લાગ્યા બાદ તે આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. જોકે, અન્ય પ્રાથમિક અહેવાલ મુજબ, ઘરમાં લાગેલા એ.સી. (AC)માં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની તીવ્રતા એટલી હતી કે મકાનનું ફર્નિચર, ટીવી, ગાદલા અને પલંગ સહિતની તમામ સામગ્રી પળવારમાં બળીને ખાખ થઈ ગઈ હતી. દંપતીનું અકાળે મોત આ ગોઝારી ઘટનામાં લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા શબ્બીર બુરહાનભાઈ અને તેમના પત્ની રસીદાબેન શબ્બીરભાઈનું દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અંતિમ સંસ્કાર માટે રવાના કરવામાં આવ્યા છે. તંત્રની બેદરકારી અને 'લીકેજ' ફાયર ટેન્કરનો પર્દાફાશ ઘટના બાદ સ્થાનિકો અને મૃતકના સગા કુતબુદ્દીન વોરાએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, આગ લાગ્યાના કલાકો સુધી લીંબડી નગરપાલિકાની ફાયર ટીમ પહોંચી શકી નહોતી. અંતે સુરેન્દ્રનગરથી ફાયરની ટીમ આવ્યા બાદ જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જે મકાનમાં આગ લાગી તે લીંબડી નગરપાલિકાથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું. તેમ છતાં ફાયર ફાઈટર સમયસર ન આવી શક્યું, કારણ કે નગરપાલિકાના ફાયર ફાઈટર લીકેજ છે. આ ખામીયુક્ત ટેન્કર ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો અડધું ખાલી થઈ જાય છે. સ્થાનિકોએ માગ કરી છે કે, લીંબડી નગરપાલિકાની ફાયર સેવાની સ્થિતિ તાત્કાલિક સુધારવામાં આવે. તપાસના આદેશ અને અધિકારીઓની દોડધામ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, લીંબડી DYSP વિશાલ રબારી અને પ્રાંત અધિકારી સહિતના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે, જો પ્રાથમિક તપાસમાં કોઈની પણ બેદરકારી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર સમાજમાં શોક આ ઘટનાને કારણે વોરા સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે લીંબડીની આ દુર્ઘટનાએ તંત્રની સજ્જતા પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. એક સુખી અને સંપન્ન પરિવાર એક જ રાતમાં વિખેરાઈ ગયો છે, જેનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને ગમગીનીનો માહોલ છે. --- આ પણ વાંચો સુરતમાં ગેસ લીકેજથી પ્રચંડ બ્લાસ્ટ, 6 લોકો દાઝ્યા, 3ની હાલત નાજુક સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગેસ લીકેજને કારણે એક એપાર્ટમેન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાડોશી મહિલા સહિત કુલ છ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘરમાલિક રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા અને નોકરી પર જતાં રહ્યા હતા. જેથી આખો દિવસ ગેસ લીક થવાને કારણે એપાર્ટમેન્ટમાં ગેસ ભરાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… સાણંદ હાઈવે પર અને દાંતીવાડામાં ચાર જીવતા ભૂંજાયા એક મહિના પહેલાં સાણંદ-વિરમગામ હાઈવે, ગોધરા-વડોદરા હાઈવે પર અને દાંતીવાડામાં સર્જાયેલા ત્રણ અલગ-અલગ ભીષણ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ખીરું ખાવાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળ્યો, કોકડું વધુ ગુચવાયું; 15 દિવસથી 'હાઈટેક' અમદાવાદ પોલીસ ફીફા ખાંડી રહી છે
    Next Article
    Rajkot Heat Wave Alert News | રાજકોટમાં હિટ સ્ટ્રોકથી લોકોની તબિયત બગડી | Summer Update News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment