Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડના 'કમાન્ડો'નું હોલિવૂડમાં ડેબ્યૂ:વિદ્યુત જામવાલની ફિલ્મ 'સ્ટ્રીટ ફાઇટર'નું ટ્રેલર રિલીઝ, 'ધાલસિમ' બનીને ધૂમ મચાવશે

    9 hours ago

    બોલિવૂડમાં પોતાના એક્શન્સથી સૌનું દિલ જીતી લેનાર 'કમાન્ડો' વિદ્યુત જામવાલ હવે હોલિવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ 'સ્ટ્રીટ ફાઇટર'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પેરામાઉન્ટ પિક્ચર્સની આ ફિલ્મમાં નોઆ સેન્ટિનિયો, જેસન મોમોઆ અને એન્ડ્રુ કોજી મુખ્ય ભૂમિકામાં છે. વિદ્યુત જામવાલ ધાલસિમના રોલમાં જોવા મળશે. ફિલ્મ 16 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિદ્યુત જામવાલનો તદ્દન અલગ લુક જોવા મળ્યો ટ્રેલરમાં વિદ્યુત સંપૂર્ણપણે બાલ્ડ લુકમાં દેખાઈ રહ્યો છે. તેના શરીર પર બનેલા ટેટૂ અને રગ્ડ સ્ટાઇલિંગ દેખાઈ રહી છે. આ સાથે જ તેનું લીન અને મસ્ક્યુલર ફિઝિક ધાલસિમની યોગ-આધારિત ફાઇટિંગ સ્ટાઇલને સારી રીતે દર્શાવે છે. ટ્રેલરમાં ધાલસિમનું પાત્ર પરંપરાગત શાંત યોગીની છબીથી થોડું અલગ દેખાઈ રહ્યું છે. વિદ્યુતની તીવ્ર આંખો અને ખતરનાક એક્સપ્રેશન તેના પાત્રને એક ડાર્ક અને પાવરફુલ ટ્વિસ્ટ આપે છે. ફિલ્મ 1993ના બેકગ્રાઉન્ડ પર આધારિત છે ટ્રેલરમાં ફિલ્મના એક્શન અને ફાઈટ સિક્વન્સની ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મ 1993ના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવી છે, જ્યાં રયુ અને કેન માસ્ટર્સ ફરી એક મોટા મુકાબલામાં ઉતરે છે. વાર્તામાં ચુન-લી તેમને વર્લ્ડ વોરિયર ટુર્નામેન્ટ માટે તૈયાર કરે છે. આ ટુર્નામેન્ટ પાછળ એક ષડયંત્ર છુપાયેલું છે, જે બંનેને સામસામે લાવે છે અને તેમના ભૂતકાળ સાથે જોડાયેલા પડકારોને સામે લાવે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મનું ડિરેક્શન કિતાઓ સકુરાઈએ કર્યું છે. આમાં નોઆ સેન્ટિનિયો (કેન માસ્ટર્સ), એન્ડ્રુ કોજી (રયુ), કેલિના લિયાંગ (ચુન-લી), જો અનોઆઈ (અકુમા), ડેવિડ ડાસ્ટમલચિયન (એમ. બાયસન), કોડી રોડ્સ (ગાઇલ), એન્ડ્રુ શુલ્ઝ (ડેન હિબિકી), એરિક આન્દ્રે (ડોન સોવેજ), વિદ્યુત જામવાલ (ધાલસિમ), ઓર્વિલ પેક (વેગા), ઓલિવિયર રિચટર્સ (ઝેંગિફ), હિરોકી ગોટો (ઇ. હોન્ડા), રૈના વલ્લેન્ડિંઘમ (જુલી), એલેક્ઝાન્ડર વોલ્કાનોવ્સ્કી (જો), કર્ટિસ ‘50 સેન્ટ’ જેક્સન (બાલરોગ) અને જેસન મોમોઆ (બ્લાન્કા) સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    PCB puts shed demolition at cemetery on hold
    Next Article
    પ્રિયંકાએ કહ્યું- બેઠકો વધારવી એ સત્તામાં ટકી રહેવાનું કાવતરું હતું:અમને મહિલા વિરોધી કહીને તારણહાર ન બની શકો, મને ખુશી છે કે વિપક્ષે વિરોધ કર્યો; લોકશાહીની જીત થઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment