Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકાએ કહ્યું- ગઈકાલે લોકશાહીની જીત થઈ:બેઠકો વધારવી એ સત્તામાં રહેવાનું કાવતરું હતું, અમને મહિલા વિરોધી કહીને તારણહાર ન બની શકો; મને ખુશી છે કે વિપક્ષે વિરોધ કર્યો

    4 days ago

    કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ શનિવારે કહ્યું- ગઈકાલે જે બન્યું તે લોકશાહી માટે એક મોટી જીત છે. લોકશાહીને નબળી પાડવાના સરકારના કાવતરાને અટકાવી દેવામાં આવ્યું. આ બંધારણ, દેશ અને વિપક્ષની એકતાની જીત હતી. મહિલાઓ જોઈ રહી છે. અમે ઉન્નાવ, હાથરસ, મણિપુરમાં જોયું... તમે સંસદમાં ઉભા રહીને કહી રહ્યા છો કે તમે તેમના તારણહાર બનવા માંગો છો. તે સ્પષ્ટ છે કે આ સીમાંકન વિશે હતું, મહિલાઓ વિશે નહીં. મને ખુશી છે કે વિપક્ષે તેનો વિરોધ કર્યો. આ તેમના માટે કાળો દિવસ છે કારણ કે તેઓ આ કેવી રીતે બન્યું તેનાથી આઘાતમાં છે. મહિલા અનામત સંબંધિત ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેને લોકશાહી માટે મોટી જીત ગણાવી. તેમણે કહ્યું કે વિપક્ષે એક થઈને સંઘીય માળખાને નબળા પાડવાના સરકારના પ્રયાસને અટકાવ્યો. પ્રિયંકાએ કહ્યું- પોતાને મહિલાઓના તારણહાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો. પ્રિયંકાએ કહ્યું- તેમણે આરોપ લગાવ્યો કે સરકારે કાયમી ધોરણે સત્તામાં રહેવા માટે મહિલાઓનો ઉપયોગ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો અને પોતાને "મહિલાઓના તારણહાર" તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. હાથરસ, મણિપુર અને મહિલા રમતવીરોના મુદ્દાઓ ઉઠાવતા, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલા સશક્તિકરણના સરકારના દાવાઓ જમીની વાસ્તવિકતાઓ સાથે મેળ ખાતા નથી. પીએમએ તેમના ભાષણમાં વારંવાર કહ્યું કે જો તમે આ સાથે સહમત નથી, તો તમે અહીં બેસી શકશો નહીં." તેમના ઇરાદાઓથી અમે ચોંકી ગયા. શનિવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરુ થઈ અને 10 મિનિટ સુધી ચાલી. ત્યારબાદ, બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં બંધારણ (131મો સુધારો) બિલ પસાર ન થવા મામલે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શનિવારે કહ્યું- કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. તેમના પરનો આ કાળો ડાઘ ક્યારેય ભૂંસાશે નહીં. આ તરફ કોંગ્રેસ પાર્ટી સહિત સમગ્ર વિપક્ષ પીએમ મોદીને પત્ર લખીને જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માંગ કરશે. જોકે આ કાયદો 16 એપ્રિલથી લાગુ થઈ ગયો છે.પરંતુ વિપક્ષ ઈચ્છે છે કે હાલની 543 બેઠકો પર મહિલાઓ માટે 33% અનામત મળે પ્રિયંકા ગાંધી આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ પર ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. શુક્રવારે બિલ પર મતદાન થયું, સરકાર તેના સમર્થનમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકી નહીં. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, તેમણે (કેન્દ્ર સરકારે) મહિલાઓ સંબંધિત તે જૂનું બિલ સોમવારે જ તરત લાવવું જોઈએ. જેને તમામ પક્ષોએ મળીને પસાર કર્યું હતું. સોમવારે સંસદ સત્ર બોલાવો, તે બિલ રજૂ કરો અને પછી જોઈએ કે મહિલાઓના વિરોધી કોણ છે. અમે બધા તે બિલની તરફેણમાં મતદાન કરીશું અને તમારો ટેકો આપીશું. સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાન છવાયો:'ઓમ શાંતિ ઓમ'નો વીડિયો શેર કર્યો, 'કિંગ' ખાને કહ્યું- 'હવે લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું'
    Next Article
    પૈસા આપ્યાનો આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ સોનલ પટેલના વાળ ખેંચ્યા:અમદાવાદમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હિંમતસિંહ પટેલની હાજરીમાં ઘટના બનતા કાર્યકરો સ્તબ્ધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment