Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા આપ્યાનો આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ સોનલ પટેલના વાળ ખેંચ્યા:મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હિંમતસિંહ પટેલની હાજરીમાં ઘટના બનતા કાર્યકરો સ્તબ્ધ

    2 days ago

    રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો અગાઉ દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તાએ શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પ્રવેશ્યો છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ મેદાનમાં રહેલા 25 હજારથી વધુ ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસનું પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે તેમ છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ-કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને ખાસ આ વોર્ડમાં કામે લગાડાઈ છે. સુરતમાં કોંગ્રેસની મિટિંગમાં ભાજપના કાર્યકરોએ હંગામો મચાવી જય શ્રીરામના નારા લગાવ્યા હતા. તો મહેસાણામાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પક્ષમાં આંતરિક જૂથવાદ સામે લાલ આંખ કરતા કહ્યું હતું કે જો પેનલના કોઈ પણ ઉમેદવારની હારનું કારણ પક્ષનો જ કોઈ ઉમેદવાર કે કાર્યકર બનશે, તો ભવિષ્યમાં તેને પક્ષમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    A mother in need of treatment, a loan app, and a Kerala student’s death: Behind 3 arrests from Noida
    Next Article
    'તમે જ પથારી ફેરવો છો':'એય સીધી વાત કર', ચૂંટણી ટાણે બે નેતાઓ વચ્ચે બાકાઝીકી, સુરતમાં મોઢામાં મસાલો ભરેલા ટેકેદારોનો વીડિયો વાઇરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment