Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા:મકાનમાં આગ લાગતાં દંપતીનું મોત, એકને બચાવી લેવાયો; પાડોશીએ કહ્યું- ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત (17 એપ્રિલે) મોડી રાત્રે એક રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તંત્રની બેદરકારીના આક્ષેપ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ લીંબડી નગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું સાચું કારણ અને ફાયરની સેવાઓમાં થયેલા વિલંબ અંગેના મુદ્દાઓ તપાસનો મુખ્ય વિષય બન્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વોરા સોસાયટી અને લીંબડી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. --- આ પણ વાંચો સુરતમાં ગેસ લીકેજથી પ્રચંડ બ્લાસ્ટ, 6 લોકો દાઝ્યા, 3ની હાલત નાજુક સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગેસ લીકેજને કારણે એક એપાર્ટમેન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાડોશી મહિલા સહિત કુલ છ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘરમાલિક રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા અને નોકરી પર જતાં રહ્યા હતા. જેથી આખો દિવસ ગેસ લીક થવાને કારણે એપાર્ટમેન્ટમાં ગેસ ભરાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… સાણંદ હાઈવે પર અને દાંતીવાડામાં ચાર જીવતા ભૂંજાયા એક મહિના પહેલાં સાણંદ-વિરમગામ હાઈવે, ગોધરા-વડોદરા હાઈવે પર અને દાંતીવાડામાં સર્જાયેલા ત્રણ અલગ-અલગ ભીષણ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સ્કૂલ બસ ખાળિયામાં ખાબકી, 20 વિદ્યાર્થી ઘાયલ:ચલાલાથી ગોપાલગ્રામ જતી બસનો અકસ્માત, પોલીસ તપાસ શરૂ
    Next Article
    TCS Case Accused's Husband Gave Cops Her Location, They Found It Locked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment