Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેનને ફોન આવ્યો ને નસીબ ખુલ્યું:મારી પાસે સગવડ નથી કહેતા જ કોંગ્રેસે સપોર્ટ કર્યો, અમદાવાદના શાહપુરમાં પાથરણાવાળી મહિલા ચૂંટણી લડશે

    2 days ago

    ચૂંટણીમાં દરેક પાર્ટી એક બીજા પર એવો આક્ષેપ કરતી હોય છે કે પરિવારના લોકોને જ ટિકિટ આપવામાં આવે છે. છતાં પણ દરેક પાર્ટી નેતાના દીકરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતારતી હોય છે. તેમજ રાજકીય જગતમાં સામાન્ય રીતે અનુભવી અને સ્થાપિત નેતાઓને ટિકિટ મળતી હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ગુજરી બજારમાં રમકડાંના પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલા કાર્યકર્તા આશાબેન દંતાણીને શાહપુર વોર્ડમાં સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આશાબેનને કોંગ્રેસમાંથી ફોન આવ્યો ને નસીબ ખુલ્યું. મારી પાસે સગવડ નથી કહેતા જ કોંગ્રેસે સપોર્ટ કર્યો. રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેનને કોંગ્રેસે ટિકિટ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે શાહપુરમાંથી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવતા એક સામાન્ય મહિલાની અસામાન્ય સફર શરૂ થઈ ગઈ છે. ગુજરી બજારમાં ફૂટપાથ પર રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેન હવે લોકોના હકો માટે લડવા મેદાનમાં ઉતરી છે. દિવસભર મહેનત કરીને પરિવારનું પેટ ભરનારા આશાબેન લોકોની સમસ્યા અને મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ઘર ઘર સુધી જઈ રહ્યાં છે. આશાબેન માટે ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવનભરના સંઘર્ષને અવાજ આપવાનો પ્રયાસ છે. પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો છેલ્લા 25 વર્ષથી આશાબેન દંતાણી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસમાં ટિકિટ માટે આશાબેન દંતાણીએ કોઈપણ પ્રકારની દાવેદારી નોંધાવી નહોતી. છતાં પાર્ટીએ પાથરણા પર વસ્તુ વેચીને રોજગાર કરતી એક સામાન્ય મહિલા કાર્યકરને તક આપી મતદારોને આકર્ષવા માટે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. આશાબેનનું જીવન સામાન્ય નાગરિકની જેમ સંઘર્ષભર્યું રહ્યું છે. જેથી આશાબેનને આશા પણ નહતી કે તેમને ચૂંટણી લડવાની તક મળશે. જેથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આજે પાર્ટી અને પેનલ સાથે મળીને ચૂંટણી જીતાડવા માટે કામ કરી રહી છે. 'ચૂંટણી જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી' કોઈપણ ચૂંટણીમાં પ્રચાર અને જીતવા માટે સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. પૈસા વગર કોઈપણ ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જતી હોય છે. પરંતુ શાહપુર વોર્ડમાં આશાબેન દંતાણી તેમની પેનલ સાથે જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી જીતવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આશાબેન દંતાણીને જનતા સાથે જોડાયેલા ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ગરીબોની આશા આશાબેનના નારા સાથે શાહપુર વોર્ડમાં આખી પેનલ લોકોના ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી રહી છે. આખી પેનલ લોકોના ઘરે ઘરે જઈને મતદારોનો વિશ્વાસ માટેના પ્રયાસ કરી રહી છે. તેમજ ઉમેદવારોનું માનવું છે કે, ચૂંટણી જીતવા માટે પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે. 'ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે....' શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટિકિટ આપી એની ખુબ ખુશી છે. રસ્તા પરથી અમને ક્યાંથી ક્યાં લાવીને બેસાડી દીધા છે. તમામ સમાજ અમારી સાથે જ છે. જેથી ચૂંટણી માટે પૈસાની જરૂર નથી પ્રજામાં સાથ અમે સહકારની જરૂર છે. અમે સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું કે કોંગ્રેસ અમને ટિકિટ આપશે. ચૂંટણી લડવા માટે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, મારી પાસે એટલી સગવડ નથી તો પાર્ટીએ સપોર્ટ કર્યો જેથી ચૂંટણી લડવાની તૈયારી કરીએ છીએ. 'ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ' પૈસાથી નહીં જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી લડીશું તેવું કહેતા આશાબેને જણાવ્યું હતું કે, ગુજરી બજારમાં જૂના રમકડા વેચવાનું કામ કરું છું. તેમજ બાકીના દિવસ ફૂટપાથ પર રમકડા વહેંચીએ છીએ. કોંગ્રેસે આ વખતે અમારા જેવા લોકોને ટિકિટ આપી તે ગર્વની વાત કહેવાય છે. ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ. 'અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ' તેને વધુમાં કહ્યું કે, જનતાને પાણી, ગટર અને રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપી વિશ્વાસ જીતીએ છીએ. મારા જેમ અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ છે. એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ બેસવામાં આવે છે જેથી તે લોકો પણ હેરાન થાય છે. જેથી અમારી ઈચ્છા એવી છે કે તેમને સારી જગ્યા ફાળવવામાં આવે. 'આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે' શાહપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અકબર ભટ્ટીએ જણાવ્યું હતું કે, ગયા પાંચ વર્ષમાં અમે જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારી સાથે ટીમમાં પૂર્વક કોર્પોરેટર છે, યુવાનો ઉમેદવાર છે અને આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે. જેમાં ગરીબ ઘરમાંથી પાથરણાવાળા બહેન આશાબેનને ટિકિટ આપી છે. દેવીપૂજક સમાજમાંથી આજ સુધી કોઇએ ટિકિટ આપી નથી જ્યાં અમે તેમને ટિકિટ આપી છે. જે પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને પ્રજાનો વ્યક્તિ હોય છે તેને પૈસાની જરૂર હોતી નથી. જેથી ઓછા પૈસા ખર્ચ કરી આશાબેન સાથે આખી પેનલ ચૂંટણી લડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ:ગઈકાલે મહિલા અનામત બિલ રદ થયું; પ્રિયંકાએ કહ્યું- જૂનું બિલ લાવો, અમે સમર્થન માટે તૈયાર છીએ
    Next Article
    Flight operations resume at Pune airport after IAF aircraft ‘incident’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment