Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્ક્રીનશોટ વાયરલ થતાં રાતોરાત કામની ઑફર્સ વધી':વિરાટ કોહલીની લાઇક પર જર્મન મૉડલની પ્રતિક્રિયા, ક્રિકેટરે ફોટો અનલાઇક કરતા લિઝલાઝ દુઃખી

    4 days ago

    વિરાટ કોહલી હાલમાં જર્મન મૉડલ લિઝલાઝના ફોટોને લાઇક કરવાના કારણે ચર્ચામાં છે. ક્રિકેટરની લાઇકનો સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ તેના પર રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. તેવામાં જર્મન મૉડલ લિઝલાઝે આ અંગે પ્રતિક્રિયા આપી છે. 'મને ખબર નહોતી કે વિરાટે મારો ફોટો લાઇક કર્યો છે' 'હિન્દુસ્તાન ટાઈમ્સ' સાથે વાત કરતા લિઝલાઝે કહ્યું, ‘હું સવારે ઉઠી ત્યારે જોયું કે હું સમાચારોમાં છું. મને ખબર નહોતી કે તેમણે (વિરાટ) ક્યારે ફોટો લાઇક કર્યો. લોકોએ મને અલગ-અલગ પ્લેટફોર્મના સમાચાર મોકલ્યા. મને ઘણા મેસેજ મળ્યા અને લોકો ખૂબ ઉત્સાહિત હતા.’ 'ભારત યાત્રા દરમિયાન હું વિરાટની ફેન બની' તેણે કહ્યું કે, 'ભારત યાત્રા દરમિયાન મને ક્રિકેટ વિશે જાણ થઈ, જ્યારે હું પહેલીવાર ભારત આવી હતી અને અહીં ઘણા મહિનાઓ સુધી રહી હતી. આ દરમિયાન મેં સાઉથ ઇન્ડિયા, ગોવા, મૈસૂર, કૂર્ગ, મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદ સહિત ઘણી જગ્યાઓની યાત્રા કરી.' લિઝલાઝે કહ્યું કે, 'IPL દરમિયાન મેં મારા બેંગલુરુના મિત્રો સાથે મેચ જોવાનું શરૂ કર્યું અને અમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફેન બની ગયા. આ જ દરમિયાન મેં વિરાટ કોહલીને રમતા જોયા અને તે પસંદ આવ્યા.' વિરાટ કોહલીએ ફોટો અનલાઇક કરી દીધો બાદમાં વિરાટ દ્વારા ફોટો અનલાઇક કરવામાં આવતા લિઝલાઝે કહ્યું, ‘મને તેમના માટે થોડું ખરાબ લાગ્યું. મને ખુશી હતી કે તેમણે લાઇક કર્યું, પરંતુ આટલો મોટો મુદ્દો કેવી રીતે બની ગયો, તે સમજાતું નથી. કદાચ તેમનો આવો ઇરાદો નહોતો, છતાં હું તેમના સપોર્ટની પ્રશંસા કરું છું.’ 'વાયરલ થયા પછી ઑફર્સ વધી' લિઝલાઝે દાવો કર્યો કે, આ ઘટના પછી તેને કામની ઘણી ઑફર્સ મળી છે, પરંતુ તે હાલમાં વિચારીને નિર્ણય લેવા માંગે છે. તેણે કહ્યું કે, તે મ્યુઝિક અને વ્લોગિંગને લઈને ગંભીર છે અને ભારતમાં તકો મળવા પર ફરીથી આવવા પર વિચાર કરી શકે છે. ફોટોગ્રાફરે સ્ક્રીનશોટ શેર કર્યા હતા નોંધનીય છે કે, લિઝલાઝનો ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યે સ્ક્રીનશોટ શેર કરતા દાવો કર્યો કે, વિરાટના સત્તાવાર એકાઉન્ટમાંથી લિઝલાઝના એક જૂના ફોટોને લાઈક કરવામાં આવ્યો છે. અદ્વૈતે કેપ્શનમાં લખ્યું, ‘આના પર કેવી રીતે રિએક્ટ કરવું… જ્યારે GOAT વિરાટ કોહલી, તમારી પોસ્ટ લાઇક કરી દે. હું અને લિઝલાઝ હજુ પણ અમારી આંખો ચોળીને જોઈ રહ્યા છીએ કે, આ ખરેખર થઈ રહ્યું છે કે નહીં… હાહા… આભાર GOAT.’ (GOAT એટલે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ) કોણ છે લિઝલાઝ? નોંધનીય છે કે, લિઝલાઝ એક જર્મન-સાઉથ આફ્રિકન મૉડલ, વ્લોગર અને ઇન્ફ્લુએન્સર છે, જે ભારતમાં તેની ટ્રાવેલ કન્ટેન્ટ (જેમ કે 'સમોસા સમોસા' વીડિયો) માટે જાણીતી છે. તેણે 'ફિલ્મીમંત્રા'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલી તેના મનપસંદ ક્રિકેટર છે. યુઝર્સે રમુજી પ્રતિક્રિયાઓ આપી સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના લાઈકવાળો સ્ક્રીનશોટ વાયરલ થતાં જ ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોહલીએ ખરેખર તેને લાઈક કર્યો હતો કે પછી આ કોઈ એલ્ગોરિધમની ભૂલ છે. વિરાટે અવનીતનો ફોટો લાઈક કર્યો હતો નોંધનીય છે કે, ગયા વર્ષે મે-2025માં વિરાટે એક્ટ્રેસ અવનીત કૌરના એક ફોટોને લાઈક કર્યો હતો. જોકે, વિરાટે થોડા સમય પછી તે લાઈક ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે દરમિયાન વિરાટના લાઈકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના કારણે આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. બાદમાં વિરાટે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. વિરાટે અલ્ગોરિધમની ભૂલ ગણાવી હતી વિરાટે કોહલીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફીડ ક્લિયર કરતી વખતે એવું લાગે છે કે, એલ્ગોરિધમે ભૂલથી કોઈ ઇન્ટરેક્શન રજિસ્ટર કરી લીધું છે. આ પાછળ મારો કોઈ ઇરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને બિનજરૂરી વાતો ન બનાવો. સમજવા બદલ આભાર.’
    Click here to Read More
    Previous Article
    Malayalam television actor Siddharth Venugopal dies at 41 after prolonged illness
    Next Article
    MPમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે કરોડોની લૂંટ:10 કિલો સોનું અને 20 લાખ રોકડ લૂંટીને 15 મિનિટમાં લૂંટારુઓ બાઈક પર ફરાર, એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, સોનું ગ્રાહકોએ ગીરવે મુક્યું હતું;આરોપીઓ CCTVમાં કેદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment