Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ:પિયુષ પટેલે કન્વેન્શન સેન્ટરના હવાલો પોતાની પાસે રાખ્યો, ભાડાની કેટલીક રકમ બારોબર વસૂલાતી હોવાનો દાવો

    11 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગને બદલે કુલસચિવે તમામ સત્તા પોતાની પાસે રાખી આર્થિક ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો NSUI અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ પ્રબળ બની છે. કુલસચિવ પિયુષ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ નિર્ધારિત ભાડું નક્કી કર્યા વગર સેન્ટર ભાડે આપવામાં આવે છે. ભાડાની કેટલીક રકમ આરટીજીએસ મારફતે યુનિવર્સિટીમાં જમા થાય છે, જ્યારે કેટલીક રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કન્વેન્શન સેન્ટરના સમારકામ અને બજેટમાં ભ્રષ્ટાચાર પૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો છે કે કુલસચિવ તરીકે મુખ્ય હોદ્દો ધરાવવા છતાં, તેઓ કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે. એટલું જ નહીં કન્વેન્શન સેન્ટર અગાઉ વર્ષો સુધી ખાનગી કંપની ગાંધી કોર્પોરેશન પાસે હતું, જેનાથી યુનિવર્સિટીને કરોડોનું નુકસાન થયું હતું. તાજેતરમાં યુનિવર્સિટીએ 30 કરોડના ખર્ચે આ સેન્ટરનું સમારકામ કરાવ્યું છે. આ તોતિંગ ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા સેવાઈ રહી છે, જેની યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે. NSUI દ્વારા તપાસની માગ એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કન્વેશન સેન્ટરનું ભાડું અમને ખબર નથી. તે કુલસચિવ સાહેબ જ નક્કી કરે છે. એસ્ટેટ વિભાગના શૈલેષ ગોસ્વામી પાસે જ્યારે કન્વેશન સેન્ટરના બુકિંગની વિગત માંગવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર બધો સ્ટાફ ઇલેક્શનની કામગીરીમાં છે એટલે વિગત મળશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પના જૂઠાણાં સામે ઈરાનનો આક્રમક પ્રહાર!:ઈરાને કહ્યું- યુરેનિયમ ટ્રાન્સફરની વાત ભૂલી જાવ! ટ્રમ્પ એટલે જૂઠાણાંની ફેક્ટરી, 1 કલાકમાં 7 ખોટાં દાવા કર્યા
    Next Article
    'Did Not Get Any Internal Complaint, Nida Khan Not HR Head': TCS Amid Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment