Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી સાથે રહે નહીતર તારા મા-બાપ અને બાળકોને મારી નાખીશ':રાજકોટમાં નંબર પ્લેટ વગરની થારમાં આવી પૂર્વ પતિએ પત્નીને ધમકાવી, શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરી

    1 week ago

    રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છૂટાછેડા લીધા હોવા છતાં એક પૂર્વ પતિએ તેની પત્નીને બળજબરીથી પોતાની સાથે રહેવા મજબૂર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શીતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે તેનો પૂર્વ પતિ અલ્તાફ ખિયાણી નંબર પ્લેટ વગરની કાળા રંગની થાર ગાડી લઈને પહોંચ્યો હતો અને શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો. આરોપીએ મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, "જો તું મારી સાથે પાછી નહીં રહે, તો તારા મા-બાપ અને બાળકોને મારી નાખીશ." આ મામલે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લગ્નના 6 મહિનામાં ઝઘડો થતા છૂટાછેડા લીધા હતા ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2015માં તેના પ્રથમ લગ્ન થયા હતા, જેનાથી તેને બે સંતાનો છે. 2023માં પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેણે ફેબ્રુઆરી 2025માં અલ્તાફ ખિયાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના છ મહિનામાં જ મનમેળ ન બેસતા અને અવારનવાર ઝઘડા થતા હોવાથી બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા. નંબર પ્લેટ વગરની થાર લઈને મહિલાના ઘરે આવ્યો ગઈકાલે સાંજે અંદાજે 5 વાગ્યાના સુમારે અલ્તાફે મહિલાને ફોન કરી તેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ તે તાત્કાલિક નંબર પ્લેટ વગરની કાળી થાર ગાડી લઈને મહિલાના ઘર પાસે પહોંચી ગયો હતો. મહિલાના પિતાએ તેને ત્યાં આવવાની ના પાડતા અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવાર સમક્ષ બેફામ ગાળાગાળી કરવા લાગ્યો હતો. પરિવારને ખતમ કરવાની ધમકી આપી આરોપી અલ્તાફે મહિલા પર દબાણ લાવતા ધમકી આપી હતી કે, "જો તું ફરી મારી સાથે રહેવા નહીં આવે, તો હું તને, તારા માતા-પિતા અને તારા બાળકોને મારી નાખીશ." હોબાળો વધતા મહિલાનો ભાઈ સમજાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ આરોપી કોઈ વાત સમજવા તૈયાર નહોતો અને શેરી વચ્ચે હોબાળો ચાલુ રાખ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે અલ્તાફ બસીર ખિયાણી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને ફરાર આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં રક્તદાન શિબિરનું આયોજન:માતા હરદેવીની પુણ્યતિથિએ સજ્જણ દરબાર દ્વારા વારસિયામાં આયોજન
    Next Article
    સિવિલ જજને 15 દિવસમાં જેલ સમક્ષ સરેન્ડર થવા હાઇકોર્ટનો આદેશ:આવક કરતા વધુ સંપતિના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જજને 2 વર્ષ કેદની સજા ફટકારી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment