Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બજરંગ દળનું આંદોલન:દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્ર, કડક કાર્યવાહીની માંગ

    5 days ago

    દેશભરમાં વધી રહેલી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ સંગઠનોએ ગીર સોમનાથ સહિત દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્રો પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોનો આરોપ છે કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આવી પ્રવૃત્તિઓ વધવાને કારણે અસુરક્ષા અને અસંતુલનની સ્થિતિ સર્જાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં તાજેતરમાં સામે આવેલી ઘટનાને ટાંકીને, દેશના અનેક વિસ્તારોમાં જમીન પચાવી પાડવી, સામાજિક તણાવ ઊભો કરવો અને સગીરાઓનું શોષણ જેવી ગંભીર ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ પરિસ્થિતિના વિરોધમાં, બજરંગ દળ દ્વારા વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવી પ્રવૃત્તિઓ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો તે સમાજની શાંતિ અને સુવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી, તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક અને દૃઢ પગલાં લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- સરકારનો હેતુ 2029થી મહિલા અનામતનો:ઉત્તર અને દક્ષિણનો વિરોધ કરીને દેશના ટુકડા નહીં કરવા દઈએ; ખડગેએ કહ્યું- અમે બિલ ફગાવીને રહીશું
    Next Article
    વડોદરામાં રક્તદાન શિબિરનું આયોજન:માતા હરદેવીની પુણ્યતિથિએ સજ્જણ દરબાર દ્વારા વારસિયામાં આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment