Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો આવશે':'એક-એકને સીધા કરીશ, હવે લવારા કરતા લોકોનો વારો પણ ચોક્કસ લાગશે', સુરતમાં સંઘવીનો વિપક્ષ પર પ્રહાર

    1 week ago

    સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પરથી વિપક્ષોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સુરતની કાયદો અને વ્યવસ્થા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે આપણું સુરત, અમદાવાદ અને વડોદરા લુખ્ખા-ટપોરીઓના નામથી ઓળખાતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. આજે કોઈ ટપોરી હિંમત કરે તો ચાર મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ અમે ઉભી કરીએ છીએ. આ નિવેદન દ્વારા સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં ગુંડાગીરી સામે સરકાર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. 'એક-એકને સીધા કરીશ, હવે લવારા કરતા લોકોનો વારો પણ ચોક્કસ લાગશે' હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોઈનું નામ લીધા વગર AAP અને અન્ય વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કેટલાક એવા નેતાઓ છે જે સવારે જાગીને 5, 25 કે 50 લોકોની હાજરીમાં જો 100 વાર હર્ષ સંઘવીનું નામ ન લે તો તેમની નેતાગીરી જ પૂરી થઈ જાય. મેં પણ હવે નક્કી કરી લીધું છે કે એક-એકને સીધા કરીને જ રહીશ. લુખ્ખા અને ટપોરીઓનો વારો તો લાગી ગયો છે, હવે વહેલી સવારે લવારા કરતા લોકોનો વારો પણ ચોક્કસ લાગશે. 'કોંગ્રેસના શાસનમાં ભય અને અશાંતિનું વાતાવરણ હતું' કોંગ્રેસ પર નિશાન સાધતા નાયબ મુખ્યમંત્રીએ પેઢીગત તફાવત સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોએ કોંગ્રેસનું શાસન જોયું હશે, પણ 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું 'દુઃશાસન' જોયું છે. તેમણે હર્ષ વ્યક્ત કર્યો કે તેમની પેઢી અને તેમની પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે કે જેમણે નરેન્દ્ર મોદીનું સુશાસન જોયું છે. કોંગ્રેસના શાસનમાં ભય અને અશાંતિનું વાતાવરણ હતું, જ્યારે ભાજપના શાસનમાં વિકાસ અને સુરક્ષા પ્રાથમિકતા બની છે. 'ભાજપની 720 બેઠકો પર વિજય નિશ્ચિત થયો' ગુજરાતભરમાં ભાજપના ઉમેદવારોના ફોર્મ ખેંચવાની પ્રક્રિયા અને બિનહરીફ બેઠકો અંગે હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જ 200 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ હતી. જે લોકો પ્રચારમાં નીકળ્યા પણ તેમને લોકોનો આવકાર ન મળ્યો અને ગામડાઓમાં 'નો એન્ટ્રી' થઈ ગઈ, તેના કારણે વધુ 520 ઉમેદવારો ખરી પડ્યા. આમ, ગઈકાલ સાંજ સુધીમાં ભાજપની 720 બેઠકો પર વિજય નિશ્ચિત થઈ ગયો છે. 'પાંચ વર્ષ પહેલા નાની ભૂલને કારણે લોકોએ સહન કરવું પડ્યું હતું' મતદારોને જાગૃત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ સ્વભાવે લાગણીશીલ હોય છે. કોઈ જરાક કંઈ સમજાવે તો ભોળપણમાં આપણે વાતોમાં આવી જઈએ છીએ. વોર્ડ નંબર સાતનો ઉલ્લેખ કરતા સંઘવીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા નાની ભૂલને કારણે લોકોએ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ વખતે લોકો જાગૃત છે અને વિરોધ પક્ષો પાસે લડવા માટે ઉમેદવારો પણ નથી મળતા. આ વિજય માત્ર ભાજપનો નથી, પણ ગુજરાતના પ્રત્યેક નાગરિકનો છે. 'કોંગ્રેસ અને 'આપિયા' રિઝલ્ટના આગલા દિવસે EVMના નામે રોતલા રડશે' ચૂંટણીમાં હાર ભાળી ગયેલા વિપક્ષો પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અને 'આપિયા' (AAP) રિઝલ્ટના આગલા દિવસે EVM ના નામે રોતલા રડવાનું શરૂ કરે છે. આ વખતે તો ઉમેદવાર નથી મળતા એટલે અત્યારથી જ બહાના શોધવાનું શરૂ કરી દીધું છે. તેમણે સલાહ આપતા કહ્યું કે જો કર્મ સારા કરો, લોકોની વચ્ચે રહો અને ગુજરાતના હિતની વાત કરો તો ઉમેદવાર ઓટોમેટિક મળે, પણ દરરોજ ગુજરાતને ગાળો આપવાથી જનતા સાથે નથી આવતી. 'બીજા રાજ્યોની ચૂંટણી વખતે તેને ગુજરાતના લોકો મૂર્ખ દેખાય છે' કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ખડગેજી બીજા રાજ્યોમાં પ્રચારમાં જાય છે ત્યારે તેમને ગુજરાતની યાદ કેમ આવી જાય છે? રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ, બીજા રાજ્યોની ચૂંટણી વખતે તેમને ગુજરાતના લોકો મૂર્ખ દેખાય છે. ગુજરાતને બદનામ કરવાની આ એક ફેશન બની ગઈ છે. તેમણે સવાલ કર્યો કે ખડગેજીને આ નિવેદન રાહુલ ગાંધીએ લખી આપ્યું હતું કે સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ? ગુજરાતના હિતમાં મજબૂત નેતૃત્વની જરૂર અંતે હર્ષ સંઘવીએ લોકોને મજબૂતાઈથી ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સુરત અને આખું ગુજરાત શાંતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે. લુખ્ખાગીરી નાબૂદ થઈ છે અને વિકાસની ગતિ તેજ બની છે. ચૂંટણીના આ માહોલમાં જનતાનો મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ એ જ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતની જનતાને મોદી સાહેબના નેતૃત્વ અને ભાજપની નીતિઓ પર અતૂટ વિશ્વાસ છે.
    Click here to Read More
    Previous Article
    રાવલ નગરપાલિકા: ભાજપ જીત માટે સક્રિય:ધારાસભ્ય પબુભા માણેકે વિકાસના મુદ્દે મતદારોને અપીલ કરી
    Next Article
    Botad Police News | સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બોટાદ પોલીસ એક્શનમાં | Local Body Election 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment